તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાપર તાલુકાના મોમાયમોરા ગામની બોરીયા સીમ વિસ્તારમાં 36 વર્ષિય વરણુના યુવાનને તેના કૌટુંબિક સબંધીએ જ એક વર્ષ પહેલાં ખેતરમાં સૂવા બાબતે થયેલી બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટનાએ રાપર પંથકમાં વધુ એક હિચકારી હત્યાની ઘટના સામે આવી છે.
આ બાબતે આડેસર પોલીસ મથકના પીએસઆઇ વાય.કે.ગોહિલે આ બનાવ અંગે પ્રાથમિક વિગતો આપી હતી કે, હત્યાનો બનાવ મોમાયમોરા ગામની બોરીયા સીમમાં આવેલા મોહન ધરમશી સૂંબડના ખેતરમાં બન્યો હતો જેમાં ઘટનાને પગલે આડેસર પોલીસ તાબડતોબ બનાવ સ્થળે ધસી ગઈ હતી. આડેસરના પીએસઆઈ વાય.કે. ગોહિલે આપેલી પ્રાથમિક વિગતો મુજબ મોમાયમોરાના બોરિયા સીમ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં રાપરના વરણુ ગામે રહેતા 36 વર્ષિય દેવાભાઈ દયારામ બ્રાહ્મણ (મારાજ)ને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.
આ ઘટનાના સમાચાર મળતાં જ સ્થાનિક પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. પ્રાથમીક આપેલી વિગતોમાં પીએસઆઇએ જણાવ્યું હતુ઼ કે વરણું ગામમાં જ રહેતા મૃતકના કૌટુંબીક સબંધી મહેશ શિવરામ વરણવા (મારાજ) એ દેવાભાઇ સાથે કોઇ બાબતે અણબનાવ બાદ બોલાચાલી થયા બાદ મહેશે દેવાભાઇને તીક્ષ્ણ હથિયાર ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું બહાર આવ્યુ઼ છે. દેવાભાઇનો મૃતદેહ પલાસવા સીએચસી ખસેડી પોલીસે વિધિવત ગુનો દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.આડેસર પીએસઆઇ વાય.કે.ગોહિલે જણાવ્યું હતું કે, હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપી મહેશ શિવરામ વરણવાને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યારાએ 20 ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી
આ હત્યાકરનાર મહેશ શિવરામ વરણવા (મારાજ) એ એક વર્ષ પહેલાં ખેતરમાં સૂવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી છરીના 20 ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.