તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:સાંસદે રાપરના હોસ્પિટલોની મુલાકાત લીધી : સુવિધાના નામે માત્ર હૈયા ધારણા

રાપર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના અન્ય નેતાઅો પણ ફોટો પડાવવા માટે દોડી અાવતા સો.ડિસ્ટન્સનો થયો ભંગ

રાપરમાં શરૂ કરવામાં અાવેલા કોવિડ કેર સેન્ટરમાં અનેક સુવિધા ખૂટે છે. તેની વચ્ચે રાજકારણીયો હવે સેન્ટરની મુલાકાત લઇ રહ્યા છે. પરંતુ ખૂટતી સુવિધાઅો અંગે કોઇ નક્કર અાયોજન કરી રહ્યું નથી. રાપર આઇટીઆઈ ખાતે અાવેલા કોવિડ કેર સેન્ટરની સાંસદ વિનોદ ચાવડાએ મુલાકાત લીધી હતી. અને કોરોનાની સારવાર લેતા દર્દીઓની પુછપરછ કરી હતી. તેમજ રાપર અને પલાંસવાના કોવિડ કેર સેન્ટરમાં ખુટતી સુવિધાઓ તેમજ સ્ટાફ માટે તાત્કાલિક ધટતું કરવાની હૈયાધારણ આપવામાં આવી હતી.

સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વાગડ વિસ્તારમાં કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે ગ્રામ્ય કોવિડ કેર સેન્ટર બનાવવા માટે ગ્રામ પંચાયતને કહેવામા આવ્યું છે. અા મુલાકાત બાદ કોઇ નક્કર સુવિધા પ્રાપ્ત ન થતા અનેક ચર્ચાઅોઅે જોર પકડ્યુ હતું. માત્ર હૈયાધારણા જ અાપવી હતી તો તે ભુજથી પણ અાપી શકાઇ હોત. અહીં રૂબરૂ અાવવાને લીધે ભાજપના અન્ય નેતાઅો પણ ફોટો પડાવવાની લ્હાયમાં હોસ્પિટલ દોડી અાવ્યા હતા, જેના પગલે સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો. વળી દર્દીઅોની સારવાર કરતા મેડિકલ સ્ફાફને પણ ખલેલ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...