તોડફોડ:રાપર પાલિકાના કા.ચેરમેનના પતિએ મુંબઇગરાના મકાનમાં તોડફોડ કરી

રાપર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 વર્ષ જુના સોદાના પૈસા બાકી છે કહી મકાનમાં અઢી લાખનું નુકસાન પહોંચાડાયું : પુત્રો સહિત 4 સામે ગુનો

રાપર નગરપાલિકાના કારોબારી ચેરમેન કાનીબેન કોલીના પતિ રામજીભાઈ કોલી અને તેમના પુત્રોદ્વારા અગાઉ 12 વર્ષ પહેલા કરેલા સોદાના રૂપિયા બાકી હોવાનું કહી મુંબઇગરાના મકાનમાં તોડફોડ કરી અઢી લાખ રૂપિયાનું નુકશાન પહોંચાડાયું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

રાપરના પાવરહાઉસ પાસે બનેલી ઘટનામાં 56 વર્ષીય ખેડૂત સવજીભાઇ ગોકળભાઇ મંજેરીએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યા મુજબ, રામજીભાઇ રૂપાભાઇ કોલી અને તેના પુત્રો પ્રભુ રામજી કોલી, દિનેશ રામજી કોલી અને રાજેશ રામજી કોલીએ તેમની પાસે આવી રામજી રુપાભાઇ કોલીએ 12 વર્ષ પહેલાં કરેલા જમીનના સોદામાં રૂપિયા આપવાના બાકી હોવાની વાત ઉપજાવી કાઢી બોલાચાલી કર્યા બાદ ચારે જણાએ મકાનની ઓરડી, પાણીનો ટાંકો અને બાઉન્ડરી તોડી રૂ.બે થી અઢી લાખનું નુકશાન પહો઼ચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે ફરીયાદ નોંધાવી હતી.

રાપર પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાપર પાલિકાના મહિલા કારોબારશી ચેરમેનના પતિએ જ પુત્રો સાથે તોડફોડ કરી કાયદો હાથમાં લીધો હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે.

આ આરોપી અગાઉ જમીનના ઝઘડાના ફાયરિંગ પ્રકરણમાં પણ ચમક્યા છે
રાપર નગરપાલિકાના કારોબારી ચેરમેન કાનીબેનના પતિ અને 12 વર્ષ પહેલાના સોદાના પૈસા બાકી હોવાની ઉપજાવી કાઢેલી વાત બાદ તોડફોડ કરી અઢી લાખનું નુકશાન પહોંચાડનાર આરોપી રામજીભાઈ કોલી અગાઉ પણ જમીનના ઝગડામાં ફાયરિંગ પ્રકરણ માં પણ ચમકી ચૂક્યા છે. તો તેમના ઘરે થી તેમના ભાઈ પાસેથી બંદૂક જેવું હથિયાર પણમળી આવ્યું હતું.

રાપરમાં રૂ.20 ની ઉધારી માટે વેપારીએ યુવાનને ધોકાવ્યો
રાપરના પાંજરાપોળ પાછળ રહેતા 24 વર્ષીય સુનિલભાઇ પ્રેમજીભાઇ વાઘેલા ગત સાંજે ઘર નજીક જ આવેલી લખમણભા રામભા ગઢવીની દુકાને તેલ અને શેમ્પુ લેવા ગયા હતા ત્યારે તેમણે જાતિ અપમાનિત કરી પહેલાના રુ.20 બાકી છે તે આપવાની ઔકાત નથી કહેતાં તે રૂપિયા આપવા જઇ રહ્યા હતા ત્યારે લખમણ ગઢવીએ ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ તેમણે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...