કિસાનોને પાણી મળવાની આશા:ગાગોદર-થોરિયારી કેનાલમાં માટી ભરાઇ જતાં સાફ કરાઇ

ગાગોદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયફનની સફાઇ થતાં કિસાનોને પાણી મળવાની આશા

રાપર તાલુકાના ગાગોદરથી થોરિયારી જતી નર્મદા કેનાલમાં વરસાદના કારણે લાંબા સમયથી માટી ભરાઇ જતાં પાણીનો પ્રવાહ અવરોધાયો હતો. કેનાલને હિટાચી સહિતની મશિનરી સાથે સાફ કરવામાં આવતા કિસાનોને પીયત માટે પાણી મળવાની આશા બંધાઇ હતી. સાયફનની સફાઇ થતાં થોરિયારી, માણાબા, રામપર, ગોરાસર સહિતના વિસ્તારોના ખેડૂતોને શિયાળુ પાકની સિંચાઇનો લાભ મળે તેવી શક્યતા છે.

માટી ચિકાશવાળી હોતાં મશિન ચલાવવામાં પણ મુશ્કેલી પેદા થઇ રહી છે. સ્થાનિક કિસાનોના કહેવા મુજબ કેનાલ પાસેની માટી અન્ય જગ્યાએ ખસેડવામાં નહીં આવે તો ફરી ચોમાસામાં માટી ભરાવાની સમસ્યા સર્જાશે. કેનાલ નિર્માણમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું કહેતાં અમુક ખેડૂતોએ જણાવ્યું હતું કે, અનેક સ્થળે ગાબડા પડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...