દાદાગીરી:મૌવાણામાં તપાસ માટે ગયેલા વીજકંપનીના ઇજનેરને ઢસડીને માર મરાયો

રાપર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો બીજીવાર અમારા ગામમાં ચેકિંગ કરશો તો જાનથી મારી નાખશું !!
  • વીજ વિભાગના કર્મીઓ પર હુમલો કરનાર 3 ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધાયો

રાપર તાલુકાના મૌવાણા ખાતે ચેકિંગમાં ગયેલી વીજ કંપનીની ટીમ સાથે ગામના જ ત્રણ ઇસમોએ ઝપાઝપી કરી જુનિયર ઇજનેરને ઢસડી માર મારી અને બીજી વખત અમારા ગામમાં ચેકિંગ માટે આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હોવાની ઘટના બાલાસર પોલીસ મથકે નોંધાઇ છે.

મુળ ગાંધીધામના હાલે રાપર રહેતા અને વીજ કંપનીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા હિરેનભાઇ રમેશભાઇ ઠક્કર ભચાઉ કાર્યપાલક ઇજનેરની મળેલી સૂચના મુજબ ભચાઉના નાયબ ઇજનેર નરેશકુમાર છગનલાલ પરમાર, ઇલેકટ્રીક આસિસ્ટન્ટ મુકેશભાઇ પ્રાગજીભાઇ પરમાર તથા જયદિપ રણછોડભાઇ બારેયા મૌવાણા ગામે વીજ ચેકીંગ માટે ગયા હતા. ગામના બસ સ્ટેશન પાસે આવેલા જીઇબીના ડીપી શેકલ પોઇન્ટ પાસે ઇલેવન કેવી વ્રજવાણી જીજેવાય ફીલ્ડરમાં કાળા કલરના એ.બી.કેબલ ઉપર પ્રાઇવેટ વીજ ટ્રાન્સફોર્મર જોવામાં આવતાં ગાડી રોકી ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મૌવાણા ગામના ગણપતસિંહ કિરીટસિંહ વાઘેલા, ગજુભા મંગરૂભા વાઘેલા અને કિશોરસિંહ મહિપતસિંહ વાઘેલા ત્યાં આવ્યા હતા અને જોર જોરથી તેમને તથા સ્ટાફને અમારા ગામમાં કોને પુછીને ચેકિંગ કરવા આવ્યા છો ? કહી ગાળો બોલવા લાગ્યા હતા.

ગજુભા વાઘેલાએ જુનિયર ઇજનેર હીરેનભાઇનો કાંઠલો પકડી ઢસડી રોડ પર લઇ ગયા હતા અને ધક બુશટનો માર માર્યો હતો. તેમની સાથે આવેલા સ્ટાફ સાથે પણ ઝપાઝપી કરી માર માર્યો હતો. બીજીવાર આ ગામમાં ચેકિંગ માટે આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકીઓ આપી ગામ તરફ ત્રણે જણા ચાલ્યા ગયા હતા. જુનિયર ઇજનેર હીરેનભાઇ ઠક્કરે ત્રણે વિરૂધ્ધ બાલાસર પોલીસ મથકે ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. પીએસઆઇ દીલુભા ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ વાડી વિસ્તારનો પણ ભોગવવું પડ્યું ગ્રામજનોને !
વીજ કંપનીના અણઘડ નિયમો અને સ્ટાફના તોછડા વલણના કારણે આખા મૌવાણા ગામની લાઈટ સવારના દસ વાગ્યાથી ઠપ્પ કરીને મેઈન વાયરો સ્ટાફે કાપી નાખ્યા હતા જેના કારણે સવારના દસ વાગ્યાં થી રાત્રી ના આઠ વાગ્યાં સુધી વીજ પુરવઠો કાર્યરત થયો નહોતો જેમાં મૌવાણા ગામ ના આગેવાનો અને રાજકીય અગ્રણીઓ દ્વારા રાપર પીજીવીસીએલના અધિકારીઓને ફોન કરતાં અધિકારીઓ દ્વારા પોતાના ફોન સ્વીચઓફ કરી નાખાયા હતાં અને ભચાઉ -અંજાર ડિવિઝનોના અધિકારી ઓ ની દરમિયાન ગીરીના કારણે રાપર થી ટિમ મોકલી મોવાણા ગામનો વીજ પુરવઠો શરુ કરવા તજવીજ હાથ ધરી હોવાનું મોવાણા ગામ ના રહીશોએ જણાવ્યું હતું.

રાપર વીજકંપનીના ઇજનેરે સ્વીકાર્યું કે બબાલનેુ કારણે પુરવઠો બંધ રખાયો
આ બાબતે રાપર પીજીવીસીએલના ઈજનેર આર.કે. શર્માને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મૌવાણા ગામના વાડી વિસ્તારમાં અમારા કર્મચારીઓ ચેકીંગમાં ગયા હતા જ્યાં બબાલ સર્જાતા ફરિયાદ નોંધાવી છે. મૌવાણા ગામમાં વીજ પુરવઠો બંધ કરવાનું કારણ પૂછતાં શર્માએ જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓથી બબાલ કરે તો વીજ પુરવઠો થોડો ચાલુ રખાય અને આખો દિવસ વીજ પુરવઠો ઠપ્પ રાખ્યાનું સ્વીકારીને જણાવ્યું હતું કે હાલ આઠ વાગે ચાલુ કરાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...