તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નશાખોરે ST બસને આંતરી ચાલકને લાફા માર્યા

રાપર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાપરમાં બનેલા બનાવમાં ગભરાયેલા પેસેન્જરોમાં નાસભાગ મચી

રાપર તાલુકામાં દિવસે ને દિવસે દારૂ ની બદીઓ વધતી જાય છે જેના કારણે પિયડકો બેફામ બન્યાં છે અને સામાન્ય બાબતોમાં પણ માથાકૂટ કરતાં અચકાતા નથી જેના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે જેનો કડવો અનુભવ રાપર-માણાબા એસટી બસના ચાલકને થયો હતો જેમાં એક દારૂડીયા બાઇક ચાલકને તેને સાઈડ ના આપતાં ઉશ્કેરાઈને એસટી બસને આંતરી તેણે ચાલકને લાફા ઝીંકી દીધા હતા. એસટી બસના ચાલક સામજી કરમણભાઈ મેરિયા (મેઘવાળ) દ્વારા રાપર પોલીસ મથકે લેખિત અરજી આપાઇ હતી જેમાં જણાવ્યાં અનુસાર પોતે લાંબા સમયથી એસટીમાં નોકરી કરે છે.

ગઈ કાલે બપોરે એક વાગે તેઓ રાપર થી માણાબા બસ લઈ ને ગયા હતા જેમાં બપોરે ત્રણ વાગે પરત તેઓ રાપર તાલુકાના ખીરઇ ગામે પેસેન્જરોને ઉતારી રહ્યાં હતાં ત્યારે પાછળ આવી રહેલ પ્રેસ લખેલી મોટર સાઇકલ નંબર એમએચ-47- એઇ- 0068 પર સવાર બે જણાએ બસને આંતરી ડ્રાઈવર સાઈડનો દરવાજો બળજબરી પૂર્વક ખોલી ને બેફામ ગાળો બોલવા લાગ્યો હતો. ચાલકે તેમને રોકતાં તેણે ફડાકા મારવાનું ચાલુ કર્યું હતું જેના કારણે એસટી કંડકટર અને પેસેન્જરોએ મને વધુ મારખાતાં બચાવ્યો હતો. બાઇક સવાર બે જણાએ સાઇડ આપવા મુદ્દે માર માર્યો હોવાનું જણાવ્યું હતું.

પ્રેસના ઓઠા હેઠળ ધાક જમાવતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી ક્યારે ?
પ્રેસના ઓઠા તળે રાપર તાલુકામાં કેટલાક તત્વો છાક્ટા બન્યા છે અને મને પડે તેમ ગાડીઓમાં પ્રેસ લખીને ખુલ્લેઆમ દાદાગીરી કરી ઊઘરાણા કરતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તો આ બનાવમાં પણ એસટી ચાલકને માર મારનાર બાઇક ચાલકોના વાહન ઉપર પણ પ્રેસ લખેલું છે. ત્યારે આવા પ્રેસના નામ લખી દાદાગીરી કરનાર તત્વો વિરૂધ્ધ કડક કામગીરી કરવી જોઇએ તેવી માંગ અવાર નવાર ઉઠે છે.

પોલીસે કહ્યું : ‘ફરિયાદ નહીં સમાધાન કરો’
તો આ બનાવમાં ચોંકાવનારી વાત એ છે કે માર માર્યો હોવાની ઘટના બાદ એસટી બસના ચાલક પોલીસ મથકે લેખિત અરજી આપવા ગયા ત્યારે એસટીના કર્મચારીઓને કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા સમાધાન કરી લેવાની સલાહ આપી આવી બાબત માં શુ ફરિયાદ કરવી હોય તેવું જણાવ્યું હતું આમ પોલીસની ઢીલી નીતિના કારણે જ આવા દારૂડિયા તત્વો અને બુટલેગરો બેફામ બન્યા હોવાનું લોકો જણાવી રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો