તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ભંગેરા પાસેના જીપ અકસ્માતની ઘટનામાં 3 દિવસે ગુનો નોંધાયો

રાપર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટગાના પરિવારની જીપ પલટતાં 1 મહિલાનું મોત અને 25 ઘાયલ થયા હતા

રાપર તાલુકાના આડેસર નજીક ભંગેરા પાટિયા પાસે જીપ પલટી જતાં એક મહિલાના મોત સાથે 25 લોકોને ઇજાઓ પહોંચી હોવાની ઘટનામાં આખરે 3 દિવસે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.

તા.4/6 ના બપોરે બનેલી આ અકસ્માતની ઘટનામાં ટગા ગામે રહેતા 29 વર્ષીય રામાભાઇ રત્નાભાઇ રબારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ભુટકિયા ગામેથી તેમના ભાણેજ પાંચાભાઇ નીલાભાઇ રબારીનું મામેરૂં ભરીને બોલેરો પીક અપ ગાડીમાં બપોરે ટગા પરત આવી રહ્યા હતા ત્યારે ભંગેરા પાટિયા પાસે જીપના ચાલક રાજાભાઇ ગોવાભાઇ રબારીએ કાબુ ગુમાવતાં જીપ પલટી જતાં ગંભીર ઇજા પામેલા ખેતીબેન જામાભાઇ રબારીનું રાધનપુર સારવારમાં લઇ જતી સમયે મોત નિપજ્યું હતું, તો ટગાનારામાભાઇ રત્નાભાઇ રબારી, ચાલક રાજાભાઇ ગોવાભાઇ રબારી, સાજણભાઇ મશરૂભાઇ રબારી, માધુબેન રત્નાભાઇ રબારી, વિશાભાઇ સાજણભાઇ રબારી, લીલાબેન રત્નાભાઇ રબારી, સીતાબેન દાનાભાઇ રબારી, કેસરાભાઇ જગમાલભાઇ રબારી, સીતાબેન વિશાભાઇ રબારી, પચાણભાઇ જામાભાઇ રબારી, પુનીબેન ભચાભાઇ રબારી, સીતાબેન સાજણભાઇ રબારી, માધુબેન જામાભાઇ રબારી, વરજાંગભાઇ જેસંગભાઇ રબારી, રતુબેન જગમાલભાઇ રબારી, વિશાલભાઇ દાનાભાઇ રબારી, જગમાલભાઇ મશરૂભાઇ રબારી, મોમાયમોરાના દેવાભાઇ ભીખાભાઇ રબારી, રામીબેન શક્તાભાઇ રબારી, મોડા ગામના મેઘુબેન સોમાભાઇ રબારી, રામજીભાઇ જોધાભાઇ રબારી, ફતેહગઢના નીલાભાઇ જેશાભાઇ રબારી, ખેતુબેન ગોરાભાઇ રબારી, સાંતલપુરના એવાર ગામના લાખુબેન હીરાભાઇ રબારી , સેજુબેન હીરાભાઇ રબારીને પણ ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હોવાને કારણે ફરિયાદ મોડી નોંધાવી હોવાનુ઼ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...