બજેટ:રાપર નગરપાલિકામાં 3 કરોડ 81 લાખનું બજેટ સર્વાનુમતે પસાર

રાપર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉની કારોબારીમાં પાસ થતાં કામો સામાન્ય સભા વિના નહીં લેવાય

રાપર પાલિકા દ્વારા 3 કરોડ 81 લાખનું બજેટ સર્વાનુમતે પસાર કરવાની સાથે અગાઉની કારોબારીમાં પાસ થતાં કામો સામાન્ય સભા વિના ન લેવા ચર્ચા કરાઇ હતી. પાલિકા પ્રમુખ અમરતબેન વાલજી વાવિયા, ઉપપ્રમુખ મહેશ્વરીબા ભીખુભા સોઢા, ચીફ ઓફિસર રાહુલ કરમુરની હાજરીમાં બજેટ માટે સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2022-23નું પુરાંતવાળું બંધ સિલકમાં 3 કરોડ 81 લાખ 17 હજારનું બજેટ પસાર કરાયું હતું. 2366,70 લાખની ખર્ચની જોગવાઈ સામે 2388,55 લાખની અંદાજિત ઉપજની આશા રખાઈ હતી. ગત મિટિંગની કાર્યવાહી અને વાચનને બહાલી અપાઇ હતી.

વર્ષ 2020-21નું રિવાઈઝડ તથા વર્ષ 2022-23નું બજેટ મંજુર કરવા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વેરા વળતર યોજનાના નિયમો બનાવવા, ત્રિ-માસિક હિસાબો રજૂ કરવા અંગે કરવેરામાં દસ ટકા અને અઢાર ટકા વળતર અંગે રિ-આકરણી રજૂ કરવા, શહેરના જે વિસ્તારમાં ગટર યોજના હેઠળ લાઈન નથી એવા વિસ્તારમાં ગટર વેરો માફ કરવા, સ્ટ્રીટ વેન્ડર પ્લાન રજુ કરવા, જન ભાગીદારીના કામો, સરકારની યોજના સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી.

પ્રમુખને રૂ.500 વાપરવાની સત્તાનો નિર્ણય વિરૂધ્ધ ઠરાવ
પ્રાદેશીક નિયામક દ્વારા પ્રમુખને માત્ર રૂ.500 વાપરવાની સત્તા અપાતાં સામાન્ય સભામાં અા નિર્ણયને સખ્ત શબ્દોમાં વખોડીને ભારતીય બંધારણનો ગેર ઉપયોગ કરીને પદાધિકારીઓની વહીવટી સત્તા છીનવવા માટે અધિકારીઓ દ્વારા કચ્છ-સૌરાષ્ટમાં જે નિયમો કરાયા છે તેનો વિરોધ કરીને સદસ્યો દ્વારા નિયામકના નિયમ વિરુદ્ધ ઠરાવ પસાર કરાયો હતો. કાગળ પર રહેલી સમિતિઓ રદ કરવાની માગણી ઉઠી હતી, જેનો ઠરાવ મુરજી પરમાર દ્વારા કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...