તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાપર તાલુકાના આણંદપરની પ્રસૂતા દયાબેન વશરામભાઈ કોલીને પીડા થતા બાલાસરની 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. જેથી પાઇલોટ પિયુષ ત્રિવેદી અને ઇએમટી સિદ્ધાર્થભાઈ બારોટ પ્રસૂતાને રાપર સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવતા હતા ત્યારે મોટી રવ અને નંદાસર વચ્ચે પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતાં 108ના કર્મચારીઓએ અમદાવાદ ખાતે ઇઆરપીસીનો સંપર્ક કરી પ્રસૂતાની નાજુક સ્થિતિ અંગે જણાવ્યું હતું. રાપર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ન શકે તેમ ન હોવાથી તેમના માર્ગદર્શન હેઠળ પાયલોટ અને ઇએમટી દ્વારા સફળ ડીલીવરી કરાવી પ્રસૂતા અને બે બાળકીઓને નવજીવન બક્ષ્યું હતું. સ્વસ્થ બાળકોના જન્મ બદલ પ્રસૂતાએ તેમનો આભાર માન્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.