ગાંધીગીરી:રાપર પાલિકા વેરા વસૂલવા રામના શરણે, દુકાનો પર ધૂન બોલાવી !

રાપર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • APMCમાં વેપારીઓને વેરો ભરવા તાકીદ, અન્યથા તાળા મારવાની ચીમકી

રાપરમાં બાકીદારોને વેરો ભરવા વારંવાર નોટિસ ફટકારવા છતાં પેટનું પાણી ન હલતું હોય તેવા મિલકત ધારકો સામે પાલિકાએ નવતર ગાંધીગીરી કરી હતી અને એપીએમસીમાં દુકાને દુકાને જઇને રામધૂન બોલાવી હતી. વેપારીઓને વેરા ભરવાની તાકીદ કરી હતી અને જો તેમ નહીં થાય તો દુકાનને તાળા મારવાની ચીમકી અપાઇ હતી. એપીએમસીના વેપારીઓને અનેક નોટિસો અપાયા છતાં કોઇએ નાણા ન ભરતાં પાલિકાના કર્મચારીઓ બજાર સમિતિની દુકાને દુકાને ફરીને રામધૂન બોલાવી હતી અને ચડત માંગણાં ભરી જવા અપીલ કરાઈ હતી.

આગામી મંગળવારથી બાકી લેણાં વાળી દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરાશે તેવી ચીમકી પણ અપાઈ હતી. નોંધનીય છે કે, સુધરાઇ અને એપીએમસીના સૂત્રધારો વેરા બાબતે અનેક વાર આમને સામને આવી ગયા છે પણ ભાજપના મોવડીઓ વેપારીઓને છાવરતા હોવાના કારણે વેરા ભરવા નવા નવા બહાના અને તરકીબો અપનાવતા હોઈ આ વખતે પાલિકાએ સ્પષ્ટ ભાષામાં વેરા ભરવાનું જણાવી દેતા આગામી સમયમાં કોણ પીછે હઠ કરે છે તે જોવાનું રહ્યું. સામાન્ય સભામાં વેરા ઉઘરાવવા માટે સુરા બનતા કાઉન્સિલરો એપીએમસીના વેપારીઓ સાથે સબંધ કોણ બગાડે તેવો રવૈયો અપનાવે છે તેવા આક્ષેપો ઉઠ્યા છે.

હનુમાનજી મંદિરને નોટિસ ફટકારાઇ !
રામનું શરણુ લેનારી પાલિકા દ્વારા શહેરના હનુમાનજી મંદિરને નોટિસ અપાતાં ચકચાર મચી છે. નોટિસમાં મિલકત નંબર:100119/8 અને વોર્ડ નંબર 1 આવેલા હનુમાનજીનું મંદિર ઠેકાણું રતનપરની એક વર્ષની લેણી થતી 11712 રૂપિયાની રકમ તથા તેના પર ના વ્યાજની માંગણી કરાઇ હતી. નોટિસ બજ્યાના પંદર દિવસમા રકમ ભરવામાં નહિ આવે તો મિલકતને ટાંચમા લેવા અથવા જપ્તિનુ વોરંટ કાઢવામાં આવશે. નોટિસ હનુમાનજી મંદિરને અપાતા લોકો કહી રહ્યા હતાં કે હનુમાનજી ક્યારે આ નોટિસનો જવાબ કે લેણી નીકળતી રકમ ભરવા આવશે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છીએ! ગેરકાયદેસર જોડાણ સાથે વર્તમાનઅને માજી કાઉન્સિલરો તેમજ અધિકારીઓ સર્વિસ સ્ટેશનો ધરાવે છે પણ એમને કોઈ નોટિસ નથી અપાતી.

પાલિકા દ્વારા માનસિક ત્રાસ અપાય છે : વેપારીઓ
પાલિકા દ્વારા આદરાયેલી વસૂલાત ઝુંબેશથી નારાજ એપીએમસીના વેપારીઓએ બોલાવેલી બેઠકમાં સુધરાઇના કર્મચારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો થયા હતા. આ બાબતે મુખ્યમંત્રી તથા શહેરી વિકાસ સચિવને ૨જુઆત ક૨વાસર્વાનુમતે નકકી ક૨ાયું હતું. ગોડાઉનના વેરા ભરવા તૈયાર છે તેમ જણાવતા વેપા૨ીઓએ ઉમેર્યું હતું કે,ક૨ા૨ની શરતો મુજબ આગળના શેડનો કર ભ૨વાનો થતો નથી તેમજ વ્યાજ માફી અંગે વારંવાર રજુઆતો કરવા છતાં હજુ સુધી આ બાબતે નીવેડો આવ્યો નથી. હવે તાત્કાલિક ઉકેલનહીં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે જવા ઠરાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...