તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:મળતિયાઓને ભાજપમાં લઇ ન શકાતા રાપર પાલિકા પ્રમુખ મુંબઇ રવાના !

રાપર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટિલની તાકીદ બાદ પ્રમુખના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું
 • અેક મહિનાની લાંબી રજા લેતા ઉપપ્રમુખને ચાર્જ સોંપાયો

ભાજપ પ્રદેશ પ્રમખુ પાટીલની તાકીદ બાદ પોતાના મળતીયાઓને ભાજપમાં લઇ શકાય તેમ ન હોવાથી રાપર પાલિકા પ્રમુખ મુંબઇ રવાના થઇ ગયા હતા. જેના પગલે પગલે ઉપપ્રમુને ચાર્જ સોંપવામાં અાવ્યો છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી વિવાદમાં રહેલી રાપર નગરપાલિકામાં કચ્છ જિલ્લા ભાજપ દ્વ્રારા અપાયેલા મેન્ડેટના કારણે ગત રોજ યોજાયેલ ચૂંટણીમાં નવા ચૂંટાયેલા પ્રમુખ અમરતબેન વાલજીભાઈ વાવીયા પોતાનાં અંગત કામો માટે એક મહિનાની લાંબી રજા રાખીને મુંબઈની વાટ પકડતાં અનેક ચર્ચાઅોઅે જોર પક્ડયું છે. જેથી ઉપ પ્રમુખ મહેશ્વરીબા ભીખુભા સોઢાને વિધિવત પ્રમુખ તરીકેનો ચાર્જ સોપાયો હતો.

બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, મહિલા મોરચાની બહેનો અને શહેર ભાજપના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. તો શાસક પક્ષના નેતા હેતલબેન નીલેશ માલી દ્વ્રારા રાપર નગરપાલિકાનો પ્રથમ લોગો બનાવીને પ્રમુખને અર્પણ કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ બન્યાં પછી તાજેતરમાં લેઉઆ પાટીદાર સમાજ દ્વ્રારા મોટા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસીઓને ભાજપમાં લેવા પાલિકા પ્રમુખના પતિઅે કોશિશ કરી હતી. પણ સી અાર પાટીલના તેવરના કારણે જિલ્લા ભાજપના હોદેદારોએ અા અંગે કોઈ ખાસ ફોડ પાડ્યો ન હતો. જેના કારણે નારાજગીથી પાલિકા પ્રમુખે મુંબઈ જવાનું ઉચિત માન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો