તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંગ્રહખોરી:રાપરમાં 3 વેપારી પાસેથી રૂ.1.51 લાખની પ્રતિબંધિત સિગરેટ મળી

રાપર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિગરેટના જથ્થાબંધ વેપારીઓ ઉપર પોલીસની તવાઇથી ફફડાટ

રાપરમાં પ્રતિબંધિત ઇમ્પોર્ટેડ સિગરેટનો જથ્થો મનાઇ છતાં રાખનાર ત્રણ નામાંકિત વેપારી પેઢી ઉપર સ્થાનિક પોલીસે તવાઇ બોલાવી રૂ.1.51 લાખની કિંમતનો પ્રતિબંધિત સિગરેટનો જથ્થો કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એસપી મયુર પાટિલની સૂચનાથી ભચાઉ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ રાપરની ત્રણ નામાંકિત વેપારી પેઢીઓ ઘનશ્યામ ટ્રેડર્સ, રશ્મી સ્ટોર અને રામાણી બ્રધર્સમાં પ્રતિબંધિત સિગરેટ રાખતા હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન રશ્મી સ્ટોરમાંથી રૂ.27,000 ની કિંમતની પ્રતિબંધિત સિગરેટના 27 બોક્સ મળી આવ્યા હતા. રશ્મી સ્ટોરના રાજેશભાઇ હરીલાલ મોરબિયા વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.

રામાણી બ્રધર્સમાંથી રૂ.19,000 ની કિંમતની સિગરેટના 19 બબોક્સ મળી આવતાં રસિકભાઇ કાન્તિલાલ રામાણી (ઠક્કર) વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. તો ઘનશ્યામ ટ્રેડર્સ પાનમસાલા પેઢીમાં દરોડો પાડતાં ત્યાંથી રૂ.1,05,000 ની કિ઼મતની સિગરેટના 105 બોક્સ મળી આવતાં વેપારી શંકરલાલ નયણશીભાઇ ઠક્કર વિરુધ્ધ ગુનો નોંધી ત્રણ દરોડામાં કુલ રૂ.1,51,000 ની કિંમતની પ્રતિબંધિત સિગરેટના 151 બોક્સ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. પોલીસે બોલાવેલી તવાઇને કારણે અન્ય દુકાનોના શટર પણ પડી ગયા હતા. આ કામગીરીમાં પીઆઇ જાડેજા સાથે, પીએસઆઇ જી.જી.જાડેજા, એએસઆઇ ધીરજ પરમાર, હેડકોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ચુડાસમા, બિંદુભા જાડેજા, કોન્સ્ટેબલ નાથાભાઇ પરમાર, દશરથ બ્રાહ્મણ, અશ્વિન ઠાકોર, રવજી પટેલ, વીજુભા વાઘેલા અને અશોકગર ગુંસાઇ જોડાયા હતા.

પહેલા લોકડાઉનમાં પણ આ વેપારીઓ વિરૂધ્ધ સંગ્રહખોરીનો ગુનો નોંધાયો હતો
કોરોનાની શરૂઆતમાં લાગેલા પ્રથમ દેશ વ્યાપી લોકડાઉન દરમિયાન પણ જે તે સમયે પ્રોબેશનલ ડીવાયએસપી ઋુતુ રાબાએ પણ આ વેપારીઓ વિરૂધ્ધ સંગ્રહખોરીનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...