તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસાદી ઝાપટાં:હબાય આસપાસના ગામો, રાપર શહેર-તાલુકામાં વરસાદી ઝાપટાં

રાપર, મોખાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં અઠવાડિયા બાદ મેઘરાજાની પૂન: અેન્ટ્રી: ભચાઉ તાલુકાના કેટલાક ભાગમાં છાંટા પડ્યા
  • અસહ્ય ગરમીથી થઇ રાહત : 24 કલાકમાં કચ્છમાં વરસાદની આગાહી

કચ્છમાં જૂનમાં જ ચોમાસાનું અાગમન થઇ ગયું છે. દસેક દિવસ પહેલા અંજાર, ભુજ અને રાપર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ બાદ ફરી વરસાદની શરૂઅાત થઇ છે. રાપર તથા ભુજના હબાય પર્વતની તળેતીના ગામોમાં વરસાદ થયો હતો.ભુજ તાલુકાના હબાય સહિતના વિસ્તારોમાં એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

તો સમયસર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોખાણા, ડગાળા, નાળાપ, ધાણેટી, મમુઆરા, સુમરાસર, ધ્રગ, લોડાઈ સહિતના પંથકમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો રાપર તાલુકામાં છેલ્લા બે દિવસથી પડી રહેલી ભારે ગરમી અને ઉકરાટ વચ્ચે સોમવારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટાં પડ્યા હતાં. જેમાં કુડા, રામવાવ, ખેંગારપર, વનોઈ, ત્રંબો સહિતના વિસ્તારમાં વરસાદે હાજરી પુરાવી હતી. તો તાલુકાના કારૂડા, હમીપર, રાપર શહેર વગેરે જગ્યાએ પણ છુટા છવાયા વરસાદી ઝાપટાં પડતાં ગરમીમાં રાહત થઈ અને ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી.

અન્ય સમાચારો પણ છે...