રાપર તાલુકાના રામવાવ ગામે ચાલતા પાણીની લાઈન અને ટાંકો બનાવવાના કામોની માહિતી અધિકાર અધિનિયમ તળે વિગતો મગાઇ હતી જે પાણી પુરવઠા વિભાગે પૂરી ન પાડતાં લીગલ નોટિસ ફટકારાઇ છે. તાલુકાના રામવાવ ઉપરાંત સુવઇ, વજેપર તથા કંથકોટ ગામોમાં ચાલતા પાણીની પાઇપ લાઇનના તથા ટાંકાના બાંધકામ સંદર્ભે અરજદાર અરવિંદસિંહ જોરુભા સોઢા અને કરશન હરી મણવરએ માગેલી માહિતી ન મળતાં હવે પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અને ભચાઉના કાર્યપાલક ઇજનેને નોટિસ આપવામા આવી હતી. નોટિસમાં જણાવાયા મુજબ પાઇપ લાઇન યોજના તથા ટાંકાના બાંધકામ માટે 34.34 કરોડના કામો મંજુર કરાય છે. જે મુજબની કામગીરી થઇ નથી.
સદરહુ ગામોમાં પાઇપ લાઇનો નાખેલી છે તેની ઉડાઈ પ્રમાણે ૩ ફુટ જેટલી દાબવાની હોય છે જે માત્ર એક કે દોઢ ફૂટ જેટલી જ દાબેલી છે. પાણીના ટાંકાના બાંધકામમાં ઇટોના ટુકડાઓ વાપરેલા છે. ઇટ, રેતી, કપચી, તેમજ સિમેન્ટ અને લોખંડ વિગેરે મટીરીયલ્સ ગુણવતાની દષ્ટિએ નબળા છે જેના પુરાવાઓ અરજદારો પાસે મોજુદ છે. 15 દિવસમાં ઉપરોક્ત ગામોમાં પાઇપ લાઇનો નાખેલી છે તે તાત્કાલિક બદલીને ઊંડી નખાય અને ટાંકાઓનું ફરી બાંધકામ કરવામાં આવે અન્યથા અદાલતના દ્વાર ખટખટાવાશે તેમ નોટિસમાં જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.