તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આજે અકસ્માતમાં ફસાયેલ એક યુવાનને બચાવીને માનવતા ઉજાગર કરાઇ હતી.જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવાં ખાસ કોબિંગ નાઈટનું આયોજન હાથ ધરાયુ હતું જેમાં આજે રાપર પીઆઇ જે.એચ.ગઢવી,લાકડીયા પીઆઇ કુલદીપસિંહ સોલંકી, બાલાસર પીએસઆઈ બી.જે. પરમાર અને તેમની ટીમો દ્વારા સંયુક્ત કોબિંગ નાઈટમાં જઈ રહ્યાં હતાં ત્યારે રાપર થી ત્રણ કિલોમીટર દૂર રાપર-પ્રાગપર રોડ ઉપર રસ્તા થી 200 ફૂટ દૂર એક કાળા કલર ની સ્વીફ્ટ ગાડી પલટી ખાઈ ગયેલી હાલત માં પડી હતી.
અને તેમાં બચાવો બચાવો નો અવાજ આવતાં તાત્કાલિક ત્રણેય અધિકારીઓ પોતાનાં વાહન થાંભાવી ને નીચે ઉતર્યા હતા જેમાં ચારે ટાયરો ઉપર અને સંપૂર્ણ ભાંગી ને ભૂકો થઈ ગયેલી કાળા કલર ની સ્વીફ્ટ ગાડીમાં ડ્રાઈવર સાઈડમાં એક યુવાન ફસાયેલી હાલત માં બુમો પાડતો નજરે ચડ્યો હતો જેના કારણે તાત્કાલિક પોલીસ અધિકારીઓ એ પોતાનાં સ્ટાફ ને આદેશ કરીને પાના પકડ અને ટામી દ્વારા મહામુસીબતે ફસાયેલા ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો હતો અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતુ.
જો સમય સર પોલીસના આવત તો અડધી રાત્રે રોડની સાઈડમાં પલટી ખાઈ ગયેલી ગાડી કોઈ ને નજર આવે તેમ પણ નહોતી પણ પોલીસ અધિકારીઓની મહેનત અને કોઠાસૂઝના કારણે ડ્રાઈવર ની જિંદગી બચાવી લેવાઈ હતી જેમાં સ્વીફ્ટ ગાડી ચાલક રાપર તાલુકાના સોનલવા ગામના ધનરાજભા ખીમરાજભા ગઢવી હોવાનું જાણવાં મળ્યું હતું અને તેઓ રાપર આવી રહ્યાં હતાં.
ત્યારે રોડ ઉપર જનાવર આડું આવતા તેને બચાવવા જતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. જેમાં ગાડી નો ભૂકો બોલી જતા તેઓ ગાડી ની અંદર જ ફસાઈ ગયાં હતાં પણ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ આવી જતાં તેમને હેમખેમ બહાર કઢાયા હતા જેમાં તેમને કોઈપણ જાત ની ઈજાઓ થઈ ના હતી આ કામગીરીમાં જમાદાર રાસુભા જાડેજા,નરેન્દ્રસિંહ ઝાલા,નરેન્દ્ર ચૌધરી, મુકેશ ચાવડા,હસમુખભાઈ સિંધવ,અને બાબુભાઇ કાલોતરા, વગેરે રાપર પોલીસ સ્ટાફ સાથે લાકડીયા પોલીસ સ્ટાફ અને બાલાસર પોલીસ સ્ટાફ જોડાયો હતો તો પોલીસ ને જોઈ ને બીજા ટ્રક ચાલકો અને લોકો પણ મદદે આવ્યાં હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.