તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનો નારાજ:બાલાસરમાં PGVCL દ્વારા વીજ લાઇનને નડતર અનેક વૃક્ષોને થડ સાથે કાપી નાખ્યાં !

રાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખૂદ ગ્રામ પંચાયત દ્વારા જ કલેક્ટર સમક્ષ કરાઇ ફરિયાદ
  • વીજ વીભાગ દ્વારા કરાયેલી એટ્રોસીટીની ફરિયાદ પાયા વિહોણી હોવાનો દાવો

રાપર તાલુકાના બાલાસર પાસે તાજેતરમાં થયેલા ડખ્ખા બાદ વીજ કર્મચારીએ એટ્રોસીટિ એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. જેમાં હવે ગ્રામ પંચાયત દ્વારા ચોંકાવનારો દાવો કરાયો છે કે પીજીવીસીએલે તળવાની પાળ પર વીજ લાઇનને નડતર ડાળીઅો કાપવાને બદલે વૃક્ષોનુ અાડેધડ થડ સાથે છેદન કરી દીધા છે. તથા તે અંગે ઠપકો અાપવા જતા બોલાચાલી થઇ હતી. જેમાં જાતિ અપમાનીત જેવી કોઇ બાબત બની જ ન હોવાના દાવા સાથે ગ્રામ પંચાયતે કલેક્ટર સમક્ષ યોગ્ય તપાસની માંગ કરી છે.

બાલાસર ખાતે થોડા દિવસો અગાઉ પીજીવીસીએલ ધ્વરા તળાવની પાળ ઉપર વાવેલા પીપળા અને વડના ઝાડ થડ સહિત કાપી નાખતા ગ્રામજનો નારાજ થયા હતાં. ગ્રામ પંચાયતે અા વીજ લાઇન બદલી અાપવા છેક 2019માં પીજીવીસીઅેલને રજૂઅાત કરી હતી. પરંતુ ત્યારે વીજ વીભાગે દાદ અાપી ન હતી. હવે ડાળીઅો કાપવાને બદલે વૃક્ષોને થડથી જ કાપી નાખવામાં અાવતા ગામ લોકોમાં રોષ ફેલાયો હતો.

જેથી ગામના બુઝુર્ગ વ્યક્તિઅે વીજ કર્મીને ઠપકો અાપત મામલો બિચક્યો હતો અને બોલાચાલી થઇ હતી. જેથી વીજ કર્મચારીઅે પોલીસ ફરિયાદ કરી હતી. જે ફરિયાદ ખોટી હોવાનો અાક્ષેપ ગ્રામ પંચાયતે કર્યો છે. ગામ લોકોઅે સાત વર્ષની મહેનત કરી વૃક્ષોનું જતન કર્યું હતું તેવામાં વીજ વિભાગે અાવી રીતે બેદરકારીથી તેનું છેદન કરાયું છે. તેવામાં વીજ વિભાગ દ્વારા કરાયેલી ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવામાં અાવે તેવી માંગ સરપંચ સહિતના સભ્યોઅે કરી છે.

અન્ય સમાચારો પણ છે...