તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાપર તાલુકાના વ્રજવાણી ખાતે પ્રખર રામાયણી અેવા મોરારીબાપુના વ્યાસપીઠે ચાલી રહેલી રામકથાના પાંચમા દિવસ નિમીતે ભગવાન શ્રી રામનો જન્મ થતાં કથા મંડપમાં ભારે ઉત્સાહ જોવાં મળ્યો હતો. અૈતિહાસિક વ્રજવાણી ખાતે આવેલા સતી સ્મારક તરીકે વિખ્યાત વ્રજભૂમિની વ્યાસપીઠ ઉપર પૂજ્ય સંત શ્રી મોરારીબાપુએ પહેલાં સ્તુતિઓ અને ભજનથી શરૂઆત કરી હતી.
તો પ્રથમ કોરોના વાઇરસ અંગે જાગૃતિ ઉપર વિશેષ ધ્યાન આપવા અને સરકારી ગાઈડલાઈન જળવાઈ રહે તે માટે વ્યાસપીઠ પરથી અપીલ પણ કરી હતી. તો વ્રજવાનીના છ પ્રકાર અને ચાર બીજા એમ કુલ દસ પ્રકાર જેમાં વેદવાણી, નાભિવાણી, સંતવાણી, સત્યવાણી, પ્રેમવાણી, લોકવાણી વગેરે વાણીનું વર્ણન કર્યું હતું. અને લોકવાણી એજ મારા માટે વ્રજવાણી છે. તો પ્રસાદ વિષે પણ બાપુએ ધૈર્ય રાખવાં અને પ્રસાદ જોઈતો લેવો બગાડ ના કરવો કારણ કે અન્નક્ષેત્ર એક બ્રહ્મક્ષેત્ર છે તેવુ જણાવ્યું હતું. તો આગળ બાપુએ જણાવ્યું કે શંકા રાખી ને છેતરાઉએના કરતાં વિશ્વાસ રાખીને છેતરાઉ સારું છે. અને આ રામકથા તો આખા જગતનું તળ બદલી શકવાની તાકત રાખે છે.
આજે કથા દરમિયાન રામજન્મ થતા ભાવિકો ભારે ઉત્સાહમાં આવી જતા બાપુએ પણ રામ જન્મની સોભાવિકોને શુભેચ્છાઓ આપી હતી. તો આવનાર મહેમાનોનું યજમાન પરિવારના પ્રવીણભાઈ તન્ના અને ઘનશ્યામભાઈ જોશી, ધનજીભાઈ કેરાસિયા, વ્રજવાણી ધામના પ્રમુખ રાણા ભાઈ આહીર, વેલજીભાઈ આહીર,લક્ષમનભાઈ આહીર દ્વ્રારા સ્વાગત અને અભિવાદન કરાયું હતું.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.