તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘવર્ષા:રાપરમાં એકથી દોઢ ઇંચ વરસાદ

રાપરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકામાં બુધવારે ભારે પવન સાથે હળવા ઝાપટાં પડયાં હતાં. જેમાં બુધવારે રાત્રે તથા ગુરુવારે બપોરે વરસાદ ખાબક્યો હતો. રાપર શહેરમાં છેલ્લા 24 કલાક માં 32 એમ એમ વરસાદ પડ્યાંનું નાયબ મામલતદાર મહેશ ઠકકરે જણાવ્યું હતું. જેના કારણે શહેરની મુખ્ય બજારોમાં પાણી વહી નીકળ્યાં હતાં. આડેસર, ભીમાસર, મોટી રવ, નાની રવ, ડાવરી, નંદાસર, દેશલપર, બાલાસર, બેલા, લોદ્રાની, ગઢડા, માૈવાણા સહિત પ્રાંથળપટ્ટીમાં મેઘમહેર યથાવત રહી હતી. તો હમીપર, ઉમૈયા, કાનપર, વ્રજવાણી, ભૂટકીયા, પ્રાગપર, સલારી, ગેડી, કિડીયાનગર, માખેલ, ફતેગઢ, રામવાવ, સૂવાઈ, જેસડા, ત્રબાૈ, સુદાના, ખેંગારપર, ચિત્રોડ, નીલપર, બાદરગઢ, સઈ, ડાભુંડા વગેરે વિસ્તારોમાં પણ ઝાપટાં પડ્યાં હતાં. તાલુકા ગાગોદર ગામે આજે બપોરે 3 વાગ્યાંની આસપાસ એક કલાક જોરદાર વરસાદ વરસતા ખેતરોમાં ઉભા મોલને સારો એવો ફાયદો થઇ જશે. ગાગોદરની નદીમાં પણ પાણી વહી નિકળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...