તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:મોટા વાલકાના સિક્યુરીટી ગાર્ડ સાથે એક લાખની ઓનલાઇન છેતરપિંડી

રવાપર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પુત્ર-પુત્રીના લગ્ન માટે બચત કરેલી રકમ ચોરાતાં ફરિયાદ
  • બેન્ક ખાતા નંબર વેરીફાઇ કરવાનું કહી અજાણ્યા કોલરે નાણા ંઉપાડી લીધા

ફાસ્ટ ટેકનોલોજીના યુગમાં મોબાઇલ દ્વારા ઓનલાઇન ટ્રાન્જેકશન સુવિધાઓ જ્યારથી ઉપલભ્ધ થઇ છે. ત્યારથી ઓનલાઇનની લાયમાં અજાણ્યાઓ ઠગ બાજોના હાથે અનેક લોકો છેતરાઇ રહયા છે. આવાજ કિસ્સામાં નખત્રાણા તાલુકાના વાલકા ગામના અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા વયસ્ક સાથે બન્યો છે. બેન્કના ખાતા નંબર વેરીફાઇ કરવાના બહાને અજાણ્યા કોલરે રૂપિયા 1,04,998 જેટલી માતબર રકમ બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડી લેતાં​​​​​​​ભોગબનારે સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રવાપર ખાતે રહેતા મુળજીભાઇ વિશ્રામભાઇ દલીત સાથે બનાવ બન્યો હતો. તેમના મોબાઇલ ફોન પર હિન્દીભાષા બોલતા કોઇ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને તેમણે જણાવ્યું હતું કે, પોતે બેન્કમાંથી બોલું છું કહી બેન્ક ખાતા નંબર અને આધારકાર્ડ સહિતની વિગતો માંગી હતી. અને દેના બેન્કમાંથી બેન્ક ઓફ બરોડા થઇ છે માટે તમારા બેન્ક ખાતા નંબર વેરીફાઇ કરવાના છે. જેથી ભોગ બનનારે પોતાના રવાપર ખાતેની બેન્ક ઓફ બરોડાની શાખા એકાન્ટ નંબરના આધાર અને નંબર અજાણ્યા કોલરને આપી દીધા હતા.

ત્યાર બાદ 25 જાન્યુઆરીના બે તબકામાં અને 1 ફેબ્રુઆરીના ત્રીજું ટ્રાન્જેકશન કરીને અજાણ્યા કોલરે ભોગબનારના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 1,04,998 જેટલી રકમ ઓટોમેટીક ઉપાડી લીધા હતા. સિક્યુરીટ ગાર્ડ તરકે નોકરી કરીને માસિક 8 હજારનું વેતનધારવતા ભોગબનારે દિકાર દિકરીના લગ્ન માટે સેવીંગ કરેલી રકમ ઉપડી જતાં ભોગબનાર ગરીબ ભારે મુજવણમાં મુકાઇ જતાં અને રવાપર ખાતેની બેન્કમાં રૂબરૂ જઇને જાણ કરી હતી. બેન્કના બ્રાન્ચ મેનેજરે પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં મુળજીભાઇએ સરહદી રેન્જ ભુજ સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો