તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:આડેસરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મહિલાને રહેંસી નંખાઇ

આડેસર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મોડી સાંજે બનેલી ઘટનામાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી

રાપર તાલુકાના આડેસર ખાતે અવાવરૂ જગ્યાએ મહિલાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નખાઇ હોવાની ઘટનાએ ચકચાર મચાવી હતી.આ બનાવની પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ, આજે 5:30 થી 6:30 દરમિયાન આડેસરના મકવાણા વાસમાં આવેલી દુકાનની પાછળ આવેલી અવાવરૂ જગ્યાએથી મૂળ ફતેહગઢના અને હાલે આડેસર રહેતા 28 વર્ષીય સબુબેન ઉર્ફે શબાના મીઠુભાઇ ખલીફાનો લોહી નિંગળતો મૃતદેહ પડ્યો હોવાની જાણ આડેસર પોલીસ મથકે કરાતાં પીએસઆઇ વાય.કે.ગોહિલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો.

તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરનારે શબાનાના ગળા, ચહેરા અને પેટ સહિતના અંગો પર ઘા ઝીંકી કરપીણ હત્યાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે જઇ મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો અને આ હત્યાનો તાગ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે હત્યારાએ આ હત્યાને અંજામ શા માટે આવ્યો તે કારણ હજુ સુધી અકબંધ છે પણ સૂત્રોમાં આડાસંબંધોની આશંકામાં હત્યાનો બનાવ બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

હાલ મૃતક પરિણિતાના પતિએ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આડેસર પોલીસ મથકના વિસ્તારમાં જ થોડા સમય પહેલાં પત્નીને માર મારી રહેલા કાનકાનું ઢીમ ભત્રીજાએ ઢાળ્યું હોવાની ઘટના બની હતી. એક જ મહિનાના ગાળામાં આ પંથકમાં આ બીજી હત્યાની ઘટના બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો