તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લોકડાઉન બાદ રાપરની બેંકોમાં નાણાં ઉપાડવા માટે લાગતી લાઇનો, અતિવૃષ્ટિના મારના કારણે તહેવારોમાં ખેડૂતોને નાણાં ભીડ

રાપર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાક નુકસાની સહાય પેટે જમા થયેલી રકમ કિસાનો હવે ઉપાડતા થયા

કોરોના મહામારીના પગલે કિસાનોને પોતાના પાકના ધાર્યા ભાવ ન મળતાં અાર્થિક ફટકો પડ્યો જ હતો તેવામાં અતિવૃષ્ટિના પગલે મોલ નષ્ટ થઇ જતાં દીપોત્સવી પર્વ પ્રસંગે ખેડૂતો સહાય મળેલી રકમ ઉપાડતા થયા છે, જેના પગલે રાપરની દેનાબેંકમાં દરરોજ લાંબી લાઇનો લાગે છે.રાપરની દેના બેંકમાં લોકોની લાઈનો લોકડાઉન પૂરું થયા છતાંય નથી ખૂટતી. લોકડાઉન બાદ કિસાનોને પોતાના તૈયાર પાકના પૂરતા ભાવ મળ્યા ન હતા તેવામાં અતિવૃષ્ટિએ ખેડૂતોની કમર તોડી નાખી છે, જેથી પ્રકાશના પર્વની ઉજવણી કરવા કિસાનો નાણા ભીડ અનુભવે છે.

મુખ્યમંત્રી સહાય હેઠળ ખેડૂતોને 20 હજાર રૂપિયાની જે સહાય મંજૂર થઇ છે, જે બેથી ત્રણ તબક્કામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ રહી છે, જેથી અા વખતે દિવાળી સુધરે તે માટે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અાવતા ખેડૂતો વહેલી સવારથી જ દેના બેંકની બહાર લાઈનો લગાવી દે છે, જે બપોર સુધી યથાવત રહે છે. નોટબંધીથી શરૂ થયેલી લાઈનો ક્યારે ખૂટશે તેવા સવાલો તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો