યાદગીરી:રાપરની રામકથામાં અરવિંદ ત્રિવેદીએ શિવ તાંડવ સ્તોત્રના સૂર છેડ્યા હતા

રાપર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના દિગ્ગજ અભિનેતાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા

ફાની દૂનિયાને અલવિદા કહ્યા પૂર્વે ગુજરાતી ચિત્રપટમાં અભિનયના કામણ પાથરનારા તેમજ રામાયણ ટીવી સિરિયલમાં રાવણની ભૂમિકા ભજવીને લોક ચાહના મેળવનારા અરવિંદ ત્રિવેદીએ રાપરમાં યોજાયેલી રામકથામાં શિવ તાંડવ સ્તોત્ર રજૂ કરીને શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા હતા.

વર્ષ 2000માં અયોધ્યાપુરીના સાંકેતધામ ખાતે યોજાયેલી મોરારીબાપુની રામકથામાં માજી ધારાસભ્ય બાબુભાઇ મેઘજીભાઈ શાહના આમંત્રણને માન આપીને આવેલા અરવિંદ ત્રિવેદીએ શિવ તાંડવના સૂર છેડીને શ્રોતાઓને ડોલાવ્યા હતા. આ તકે તેમણે કહ્યું હતું કે, શિવ તાંડવ જેમ રાવણને ફળ્યું હતું તેમ રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદીને પણ ખુબજ ફળ્યું છે. તાલુકાના ત્રંબૌ ગામે કલ્યાણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા હતા તેમ પ્રદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

ત્રણ દાયકા પહેલા ગાંધીધામના મહેમાન બન્યા હતા
લંકેશના હુલામણા નામથી જાણીતા અરવિંદ ત્રિવેદી 31 વર્ષ પહેલા એપ્રિલ 1990ના ગાંધીધામના મહેમાન બન્યા હતા. નગરપાલિકા આયોજીત પાણીના ટેંકના ઉદ્દઘાટનમાં હાજરી આપી તેના સંસ્મરર્ણો વાગળોતા જીડીએના પૂર્વ ચેરમેન મધુકાંત શાહે જણાવ્યું હતું કે, તત્કાલીન ઉદ્યોગ મંત્રી સુરેશ મહેતાના હસ્તે પાણીના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જે સમયે પાલિકાના પ્રમુખ તરીકે ધીરૂભાઇ શાહ અને પાણી સમિતિના ચેરમેન તરીકે તેઓ હતા. લંકેશ દ્વારા ગાંધીધામની પ્રજાના આગ્રહવશ થઇને શિવ તાંડવ સંભળાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...