આપઘાત:રાપરમાં પોલીસકર્મીની પુત્રીએ ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું

રાપર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ લાઇનમાં બનેલી ઘટનામાં કારણ જાણવા તપાસ હાથ ધરાઇ

રાપર પોલીસ લાઇનમાં હેડકોન્સ્ટેબલની 17 વર્ષીય પુત્રીએ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બા઼ધી ગળે ફાંસો ખાઇ લઇ નાની ઉંમરમાં ફાની દુનિયા છોડી દેતાં દોડધામ મચી જવા પામી હતી. આ બાબતે રાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, રાપર પોલીસ લાઇનમાં રહેતા હેડકોન્સ્ટેબલ સુમતિભાઇ પરમારની 17 વર્ષીય પુત્રી અંકિતાબેન સુમતીભાઇ પરમારે ગત બપોરે 12 વાગ્યાના અરસામાં પોતાનાપોલીસલાઇનના ઘરમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.

પિતા સુમતિભાઇ પુનાભાઇ પરમાર મૃતદેહ લઇને રાપર સીએચસી ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પોલીસમાં જાણ કરાઇ હતી. આ 17 વર્ષીય તરૂણીએ કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તે હજી સુધી જાણી શકાયું નથી. જો કે થતી ચર્ચાઓ મુજબ સાવ નજીવી બાબતે લાગી આવતાં તેણે આ પગલું ભરી લીધું હતું. જો કે આ બાબતે રાપર પીઆઇ એ.જી. સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો. પોલીસ લાઇનમાં બનેલી ઘટનાથી દોડધામ મચી જવા પામછી હતી.

અન્ય સમાચારો પણ છે...