તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમનો કરૂણ અંજામ:રતેશ્વરમાં પ્રેમીકાને ઝેર પીવડાવી પ્રેમીએ હત્યા કરી

રાપર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાપર પંકમાં પ્રેમનો કરૂણ અંજામ આવ્યો
  • ચાર દિવસ પહેલાં ત્રીજી વખત ભાગીને આવેલી પ્રેમીકાને મળ્યું મોત

રાપરના રત્નેશ્વરમાં ચાર દિવસ પહેલાં પ્રેમી પાસે આવેલી પ્રેમીકાને પ્રેમીએ સાથીદારની મદદથી ઝેર પીવડાવી હત્યા કરી હોવાની ચકચારી ઘટના રાપર પોલીસ મથકે નોંધાઇ છે. આ ઘટના બાબતે માનગઢ રહેતા 45 વર્ષીય રંભીબેન નાનજીભાઇ જીવણભાઇ કોલીએ ફરિયાદ નોંધાવી છે કે, ગત બપોરે 1 વાગ્યાના અરસામાં તેમની પુત્રી 21 વર્ષીય મંજુલાને તેના પ્રેમી મુળ ખેડૂકાવાંઢના હાલે રત્નેશ્વર રહેતા સુખદેવ ઉર્ફે સુખો રામસંગ કોલી અને તેના સાથીદાર તુલસી બાબુ કોલીએ ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી છે. તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યુ઼ હતું કે, આજથી ત્રણેક માસ પહેલાં આરોપી સુખદેવ કોલી સાથે ચાલી ગઇ હતી.

બે મહિના બાદ મંજુલાએ તેના ભાઇ કમલેશને ફોન કરી તેડી જવાનું કહેતાંતેને તેડી આવ્યા હતા. 10 દિવસ ઘરે રહ્યા બાદ ફરી તે કોઇને કહ્યા વગર ચાલી ગઇ હતી . બીજા દિવસે પોતે રત્નેશ્વર હોવાની જાણ કરી તેડી જવા કહ્યું તો તેમણે જાતે આવી જવા કહ્યું હતું. ત્યારબાદ 15 દિવસ બાદ રાપર વાડી વિસ્તારમાં ત્રીકમસાહેબના વીરડા પાસે રહેતી મોટી દીકરીને ત્યાં કમલેશ સાથે ગયા ત્યારે ફરી મંજુલાનો ફોન આવતાં રંભાબેન એુકલા રત્નેશ્વર જઇ મંજુલાને લઇ આવ્યા હતા.

ત્યારબાદ આજથી ચાર દિવસ પહેલાં રાત્રે આઠ વાગ્યે ફરી મંજુલા પરિવારને જાણ કર્યા વગર ચાલી ગઇ હતી અને કારૂડા રહેતા સુખદેવના મિત્ર તુલસી બાબુ કોલીના ફોન ઉપરથી કમલેશને ફોન આવ્યો હતો અને હું મંજુલાને લેવા આવ્યો હતો તમારાથી થાય તે કરી લેજો કહ્યા બાદ બીજા દિવસે તુલસીએ ફરી કમલેશને ફોન કરી મંજુલા અમારી પાસે નથી તે રત્નેશ્વર સુખદેવ પાસે હોવાનું જણાવ્યું હતું. અવાર નવાર મંજુલા સુખદેવ પાસે રત્નેશ્વર ચાલી જતી હોઇ તેમણે તપાસ કરાવી ન હતી.

આજે કલ્યાણપર ગામના લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે સુખદેવ મંજુલાને દવા પીધેલી હાલતમાં બાઇક પર લઇને જઇ રહ્યો હતો. સુખદેવ અને તુલસી બાબુ કોલી મંજુલાને દવા પીધેલી હાલતમાં કલ્યાણપર બસ સ્ટેશન પાસે ફેંકી ગયા હોવાની જાણ થતાં તેઓ ત્યાં પહોંચી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

પીપરાળામાં હત્યાકાંડ બાદ સુખદેવ ઉર્ફે સુખો ખેડૂકાવાંઢને બદલે રત્નેશ્વર રહેતો
માંનગઢ ની યુવતી ને દવા પીવા મજબુર કરનાર આરોપી સુખદેવ રામસંગ કોલીના પિતા રામસંગ કોલીની અગાઉ પીપરાળા ટ્રિપલ મર્ડર માં હત્યા નીપજવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જેના કારણે આરોપી ખેડુકા વાંઢ ના બદલે કલ્યાણપરના રત્ને સ્વર વાંઢ માં રહેતો હતો.

અગાઉ પણ હાથમાં ચેકા મારી મરવાનો પ્રયાસ કરેલો
આ ઘટનામાં જેરી દવા પીવડાવી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાની ફરિયાદમાં અવાર નવાર પ્રેમી પાસે પરિવારને કહ્યા વિના જતી રહેતી મંજુલાએ અગાઉ પણ હાથમાં ચેકા મારી મરવાનો પ્રયાસ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...