તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ:રાપરમાં અમુક શાળાઓમાં શિક્ષકોએ ચોરી કરી સજ્જતા પરીક્ષાના પ્રશ્નપત્રો લખ્યા

રાપર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીમાં માસ્તરોઅે ચોરી કરી હોવાના અને મોટાભાગે શિક્ષકોને બળજબરીપૂર્વક પરીક્ષામાં બેસાડાયા હોવાના અાક્ષેપો ઉઠી રહ્યા છે. રાપર તાલુકા શિક્ષક સંઘ દ્વારા તમામ શિક્ષકો સાથે ખાટલા બેઠકો અને ડરાવી ધમકાવીને પરીક્ષા આપવા બેસાડ્યાનો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક રાપર તાલુકાના નરેન્દ્રસિંહ જાડેજાઅે અાક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આથમણા નાકાની શાળામાં ખુદ બીઆરસી અને સુપરવાઈઝરો શિક્ષકોને પેપર લખાવતા નજરે પડ્યા હતા, રૂમોમાં કોઇ જ તકેદારી રાખ્યા વિના શાળાનો મુખ્ય ગેઇટ બંધ કરીને શિક્ષકોને રૂમમાં પુરીને યેનકેન પ્રકારે કસોટી લેવાઇ હતી. તો પરીક્ષા આપી રહેલા શિક્ષક-શિક્ષિકાઓ પાસે મોબાઈલ ફોન હતા.

સામાન્ય રીતે કોઈ કસોટી કે પરીક્ષા હોય ત્યારે વિદ્યાર્થીઓને મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે પણ સુપરવાઈઝરો અને બીઆરસીઓ, સીઆરસી દ્વારા ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરીને કસોટીઓ લેવાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. કસોટીમાં તાલુકાના કુલ 1358 શિક્ષકોમાંથી 876 હાજર અને 482 ગેરહાજર રહ્યા હતા. અા અંગે રાપર પ્રાથમિક શાળાના બીઆરસી કનુભાઈ પટેલનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, મોબાઈલ અંદર લઈ જવાની છૂટ હોય છે પણ સ્વીચ ઓફ રાખવાનો હોય છે. જો કે, તમામ શિક્ષકો અને શિક્ષિકાઓના મોબાઈલ ચાલુ જ હતા કે કેમ તે બાબતે ચુપકિદી સેવી હતી.

બધા શિક્ષકોઅે સ્વેચ્છાઅે પરીક્ષા અાપી : સંઘ પ્રમુખ
રાપર શિક્ષક સંઘના પ્રમુખ અરજણ ડાંગરે જણાવ્યું હતું કે, તાલુકાના 67% શિક્ષકોએ કસોટી આપી હતી. શિક્ષકોમાં સમજ આવે નવી નીતિ બાબતે લોકોમાં રહેલી અસમંજસ દુર કરવા ખાટલા બેઠકો કરી હતી. કસોટીમાં કોઈને બળજબળીથી બેસાડાયા નથી.

અન્ય સમાચારો પણ છે...