તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:રાપર તાલુકામાં જીરૂના પાકમાં રોગથી ખેડૂતોને પાયમાલીની ભીતિ, હજારો હેક્ટરમાં ગળો અને કરિયો નામનો રોગ લાગુ પડ્યો

રાપર7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાગડ વિસ્તારમાં નર્મદાના પાણી આવતાં ખેડૂતોએ જીરૂનું વિક્રમી વાવેતર કર્યું હતું પણ વાતાવરણમાં આવેલા પલટાના કારણે હજારો હેકટરમાં લેવાયેલા પાકમાં ગળો અને કરિયો નામનો રોગ લાગુ પડતાં ધરતી પુત્રોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને સારા ઉત્પાદનને બદલે મોટો આર્થિક ફટકો પડવાની ભીતિ તેમને સતાવી રહી છે.

રાપર તાલુકાના રામવાવ પટ્ટી, પ્રાંથળ વિસ્તારના ગામો, મોટી રવ, ગેડી, સેલારી, ફતેગઢ, હમીરપર, બાદરગઢ, નીલપર, નંદાસર, સૂવઈ, જેસડા, આડેસર, ભીમાસર, સહિતની હાઇવે પટ્ટીમાં કરાયેલું જીરૂનું વાવેતર આ વર્ષે ધોળા દિવસે તારા દેખાડે તો નવાઈ નહીં તેવું ખેડૂતો કહી રહ્યા છે. થોડા સમય પહેલા પડેલી ધુમ્મ્સ અને હવામાનમાં થયેલા ફેરફારના કારણે કેટલાય ખેતરોમાં ગળો, કરિયો અને ધોરિયાનો રોગ લાગ્યો છે.

15 દિવસ પછી જીરૂ વાઢવાની શરૂઆત થશે પણ કેટલીક જગ્યાઓએ તો ખેતરો પીળા અને લાલ રંગના દેખાઈ રહ્યાં છે. મોંઘી દાટ દવાઓ અને બિયારણો સાથે આ પાક લેવાયો છે ત્યારે જો સંપૂર્ણ નિષ્ફળ જશે તો મોટો આર્થિક ફટકો ખમવો પડશે તેમ કિસાનો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...