હુમલો:કીડીયાનગરમાં 25 ના ટોળાએ પરિવાર ઉપર હુમલો કર્યો

આડેસર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરબા જોવાના મુદ્દે મામલો ગરમાયો હતો

રાપર તાલુકાના કીડીયાનગર ખાતે નવરાત્રીમાં ગરબા જોવા મુદ્દે 20 થી 25 લોકોના ટોળાએ એક પરિવારના ઘરમાં ઘુસી જઇ ઘરમા઼ તોડફોડ તેમજ માર માર્યો હોવાની ઘટનામાં પોલીસે એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

કીડીયાનગરમાં બીએસએનએલ ટાવર પાસે રહેતા અને મજૂરીકામ કરતા 42 વર્ષીય રમેશભાઇ રણમલભાઇ પરમારનો પુત્ર મનસુખ તા.16/10 ના રોજ ગામની નવરાત્રી જોવા મિત્રો સાથે ગયો હતો. ત્યારે ગામના જ નરેશ કુંભા રાજપુત અને વિશાલ રાજપુત સાથે ઝઘડો થયા બાદ આ વાતનું મનદુ:ખ રાખી આ બન્ને જણા અજાણ્યા 20 થી 25 લોકોના ટોળા સાથે ઘરમાં પ્રવેશી લાકડી અને ધોકા સાથે તોડફોડ કરી તેમને જાતિ અપમાનિત કરી પરિવારના સભ્યોને લાકડી અને ધોકા વડે માર પણ માર્યો હતો. રમેશભાઇએ આડેસર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટિ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...