તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:બેલામાં અસામાનિક તત્વોના દારૂના હાટડા ખુલ્લેઆમ મંડાયા હાટડા

રાપર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અસામાજિક પ્રવૃત્તિથી યુવાનો ગેરમાર્ગે દોરાય છે
 • આ બદી દુર કરવા આગેવાને IG સહિતને રજુઆત કરી

રાપર તાલુકાના બેલા ગામ ખાતે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ મેઇન ચોકમાં રીતસરના દારુના હાટડા મંડાય છે. આ અસામાજિક તત્વો મોટા માથા હોવાને કારણે કોઇનું માનતા નથી અને જાહેરમાં દારૂનું વેંચાણ કરી રહ્યા છે. આવી અસામાજિક પ્રવૃતિને કારણે ગામની યુવા પેઢી ગેરમાર્ગે દોરાઇ રહી છે.યુવાન વયમાં જ વ્યસનની લતે ચડી રહ્યા છે. આ દારૂની બદીને કારણે સ્વાસ્થ્ય તેમજ રોજગારી ઉપર પણ માઠી અસર પડી રહી છે. મજુરી કામ કરીને રોજે રોજનું કમાતા શ્રમીકો પણ દારૂની લતે લાગ્યા હોવાથી પરિવારો બરબાદ થઇ રહ્યા છે.

ગામના મેઇન ચોકમાં ચાલતા આ દારૂના હાટડાઓને કારણે ગ્રામજનો સહિત ખાસ મહિલાઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અસામાજિક તત્વો દ્વારા કરાઇ રહેલી આ બદી વિરૂધ્ધ તાત્કાલીક પગલા ભરી કડક કાર્યવાહી કરવા બેલા ગામના આગેવાન પૃથ્વીરાજસિંહ ફલુભા વાઘેલાએ બોર્ડર રેન્જ આઇજીપી જે.આર.મોથાલિયા, પૂર્વ કચ્છ પોલીસવડા મયૂર પાટીલ, રાપર પીઆઇ તેમજ બાલાસર પોલીસ મથકે લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો