તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખળભળાટ:રાપર પંથકમાં સ્ટેટ વિજિલન્સ ટીમના ધામાથી ગેરકાયદે ધમધમતા ધંધા બંધ !

રાપર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ કચ્છમા ચાલતા ગેરકાયદેસર કારોબારને થોડાક દિવસો માટે રૂકજાવનો આદેશ આવતા અનેક તર્કવિતર્ક ફેલાયા છે. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ડીજી સ્ક્વોડની સ્ટેટ વિજિલન્સ ધ્વરા પાડવામાં આવેલા દરોડાઓ અને છેલ્લા એક માસથી પૂર્વ કચ્છમાં નાખેલા ધામાના કારણે અનેક અમલદારોએ પોતાના વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કારોબારને હાલ ઘડી બંધ રાખવા અને સેક્સનની ચોખી મનાઈ કરી દેવાની ચર્ચાએ ખડભળાટ મચાવ્યો છે.

સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, રાપર તાલુકાના આડેસર, બાલાસર, રાપર પટ્ટામાં ચાલતી ગેરકાયદેસર માટીની ખાણો પણ સુમસામ ભાસી રહી હતી અને ખનીજ માફિયાઓ દ્વારા હિટાચી મશીનો, જેસીબી અને લોડરોનો સંકેલો કરીને પોત પોતાના વાડાઓ અને વાડીઓમા રાખી દેવાયા છે. તો દિવસ રાત દોડતા માટીના ઓવરલોડ ડમ્પરોના ટાયરને પણ બ્રેક કરીને થોભવી દેવાયા છે. તો સેક્સન કે હપ્તા સિસ્ટમથી ચાલતા દારૂના અડ્ડાઓ અને બીજા ગેરકાયદેસર ગોરખ ધંધાઓને પણ હાલ થોડોક ટાઈમ પૂરતા બંધ કરવાના ફરમાનો જારી કરાયા છે. પ્રાથળ પટ્ટી અને ભીમાસર, આડેસર પટ્ટીમાં ચાલતી ગેરકાયદેસર સફેદ માટી ના ખનીજ માફિયા ઓ ને થોડોક ટાઈમ પૂરતો સંકેલો કરી દેવા જણાવાયું છે. જેના કારણે ડ્રાયવરો અને ક્લીનરોને મીની વેકેશન મળવાથી ફરવા નીકળી પડ્યા છે. આમ ક્યા કારણોસર પૂર્વ કચ્છમા કાળો કારોબાર બંધનો આદેશ અપાયો છે. તે માટે ખુદ પોલીસ કર્મીઓમાં પણ તરેહ તરેહની વાતો ફેલાઈ હતી અને માહિતી લેવા માટે એકબીજાઓના ફોનની ઘંટડીઓ રણકી ઉઠી હતી. તો હાલ શ્રવણ માસ ચાલુ હોઈ તાલુકામા અનેક જુગારની કલબો હપ્તા સિસ્ટમથી ધમધમી રહી હતી. તેમને પણ ચોખ્ખી મનાઈ ફરમાવામા આવી છે.

આ તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓ હાલ બંધ રાખજો તેવા આદેશો ખડીર થી બાલાસર, રામવાવ પટ્ટી,આડેસર પંથક , રાપર અને ચિત્રોડ સુધી ફોન મારફતે કહી દેવાયું છે. જેના કારણે અનેક તર્ક વિતર્ક ફેલાયા હતા. કારણ કે આટલી મોટી માત્રામા ચાલતા ગેરકાયદેસર ગોરખ ધંધાઓને કેમ રૂકજાવ નો આદેશ અપાયો ? કોના દ્વારા આવો આદેશ અપાયો? કોણ ચલાવતું હતું આવા ધંધાઓ, અને છેલ્લા એક મહિના જેવા સમય થી વારંવાર અહીં સુધી પહોંચી આવતી વિજિલન્સને કેમ માત્ર બે પેટી દારૂનો કેસ કરીને સંતોષ માનવો પડ્યો ? કેમ વિજિલન્સ સુધી સાચી માહિતી નથી પહોંચતી ? અને ક્યાં કારણો સર આવા ધંધાઓને છૂટો દોર આપી દેવાયો હતો ? જેવા અનેક સવાલો ખડા થયા હતા.

છેલ્લા પાંચ દિવસથી વિજિલન્સ ટીમ રાપરમાં હોવાની ચર્ચા
છેલ્લા બે અઠવાડિયામા પાંચ થી વધુ દિવસ વિજિલન્સ રાપર તાલુકામા આંટાફેરા મારતી હોવાં છતાંય કાંઈ હાથ લાગ્યું ન હોવાની ચર્ચા સંભળાઇ રહી છે કારણે કે પોલીસના બાતમીદારો જ (પોલીસ )કોઈકના ઇશારે માત્ર મોહરા બન્યા અને સમય બગાડ્યો જેના કારણે આગામી દિવસોમાં વિજિલન્સ કાંઈક મોટુ પકડે તેવી ભીતિના કારણે તાલુકામા તમામ ગેરકાયદેસર ધંધાઓને હાલ પૂરતા સ્થગિત કરાયા છે તેવી ચર્ચાઓ પણ સંભળાઇ હતી.

આરઆર સેલ વિખેરાયા છતાં તેના નામે છેલ્લી તારીખે હપ્તા ઉઘરાવાય છે ?
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આરઆર સેલને વિખેરી નાખી હતી તેમ છતાંય મહિનાની છેલ્લી તારીખોમાં આરઆર સેલમાં અગાઉ ફરજ બજાવતા કર્મીઓ નિયમિત સેલના નામે હપ્તા ઉઘરાવતા હતાં અને હજી સુધી સેલના નામે દર મહિને લાખોના હપ્તા ખુલ્લેઆમ ઉઘરાવાતા હોવાની વાતો પણ બહાર આવી હતી. જેની જાણ પણ છેક ગૃહ મંત્રાલય અને ઉપર સુધી પહોંચી હોવાનું પણ અમુક ખનીજ માફિયાઓ દ્વારા ચર્ચામાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...