તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:રાપર તાલુકા પંચાયતની બે બેઠકમાં ફોર્મ ચકાસણી મુદ્દે ગરમી

રાપર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • {ભીમાસર-2 અને સઇની બેઠક માટે ભાજપે લીધેલા વાંધા અમાન્ય ઠર્યા

રાપર તાલુકામાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મની સોમવારે ચકાસણી કરાતાં તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ અને દાવેદારો ઉમટી પડ્યાં હતા. તાલુકા પંચાયતની ભીમાસર-2 અને સઇ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારોએ ભરેલા ફોર્મ બાબતે ભારે ગરમા ગરમી થઇ હતી પણ કોઇના ઉમેદવારી પત્રો રદ્દ કરાયા ન હતા.

ચકાસણી દરમિયાન ભીમાસર 2ની તાલુકા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર નશા કાનજી ચૌધરી દ્વ્રારા ફોર્મ ભરતી વખતે પોતાનાં ઉપર હાલ કોર્ટ કેસ ચાલુ હોવા છતાંય સોંગદનામાંમાં કોઈ ઉલ્લેખ ન કરાતા ભાજપના ઉમેદવાર કાનજી ગોહિલે વાંધો લીધો હતો પણ ચૂંટણી અધિકારી દ્વ્રારા વાંધા અરજી ફગાવીને ફોર્મને મજૂરી અપાઇ હતી. જોકે સોંગદનામાંમાં ગેરમાર્ગે દોરવા બદલ ચૂંટણી અધિકારી પોલીસ મથકે અરજી આપશે. વાંધા અરજી માટે ચાલેલી બયાનબાજી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર કે ટેકેદાર કોઈ હાજર ન હોતાં ચૂંટણી અધિકારીએ પોતાનો ફેંસલો કોંગી આગેવાનો સમક્ષ કરવો પડ્યો હતો.

સઇ તાલુકા પંચાયતની બેઠક માટે એક સમયે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય તેમ હોવાની સંભાવના સર્જાઇ હતી પણ ચૂંટણી અધિકારીએ આવો કોઇ નિર્ણય ન લેતાં ભાજપના હોદેદારોમાં નારાજગી જોવા મળી હતી. આ બેઠક પર કોંગ્રેસ દ્વ્રારા સોઢા જસુભા પૂંજાજી ફોર્મ રજૂ કરાયું હતું પણ મેન્ડેટમાં તેમનું નામ ન હોતાં ફોર્મ રદ કરવા ચૂંટણી અધિકારીને જણાવાયું હતું .

જોકે ભારે રકઝકના અંતે ચૂંટણી અધિકારીએ મેન્ડેટની ટેક્નિકલ ભૂલ માનીને કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ માન્ય રાખતાં ભાજપના આલમમાં ભારે નારાજગી જોવાં મળી હતી.ફોર્મ ચકાસણી સંપન્ન થતાં જિલ્લા પંચાયતની 5 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના 10 ઉમેદવારોમાં સીધો જંગ થશે તો તાલુકા પંચાયતની 24 બેઠકોમાં 8 અપક્ષ સાથે ક્યાંક ત્રિપાંખિયો જંગ તો મોટાભાગની સીટ પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો