ક્રાઇમ:ઘડાણીના હનુમાનજી મંદિરમાં 22 માસમાં બીજીવાર મૂર્તિમાં રહેલી આંખો ખંડીત કરાઇ

રવાપર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા ઇસમ કૃત્ય કરતા લાગણી દુભાઇ - નખત્રાણા પોલીસ મથકે ગામના શખ્સે ફોજદારી નોંધાવી

નખત્રાણા તાલુકાના ઘડાણી ગામે આવેલા મંદિરમાં હનુમાનજીની મુર્તિમાં લાગેલી આંખોને ખંડીત કરવાની ઘટના 22 મહિનામાં બીજી વખત બની છે. એક શખ્સ રાત્રે મંદીર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મંદીરનો દરવાજો ખુલ્લો હતો જેથી અંદર જઇને જોતા મુર્તિમાંથી આંખો કાઢી જવાઇ હતી. ગામના શખ્સો એકત્ર થઇ લાગણી દુભાવવા બદલ અજાણ્યા ઇસમ સામે ફોજદારી નોંધાઇ હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, હિતેશ અમૃતલાલ રંગાણી (પટેલ) રાત્રે પોણા દસેક વાગ્ગયે બસ સ્ટેન્ડે બેસવા જતા હતા તે સમયે મંદીરનો દરવાજો ખુલ્લો દેખાતા ફોનની ફલેશ લાઇટ પાડીને જોતા હનુમાનજીના મંદિરની મુર્તિમાં લગાડેલી આંખોને ખંડીત કરી દેવાઇ હતી. મંદિરના પુજારી ઇશ્વરપુરી પ્રસાદપુરી ગોસ્વામી તથા ગામના આગેવાનોને ફોન કરી જાણ કરી મંદિરે બોલાવ્યા હતા. એકત્ર થયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી હતી. નખત્રાણા પોલીસ મથકે હિન્દુ સમાજના ધર્મસ્થાનમાં ઇરાદાપુર્વક મુર્તિને ખંડીત કરી લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ અજાણ્યા ઇસમ સામે ફોજદારી નોંધાવાઇ હતી.  

શનિવાર હોવાથી રાત્રે નવેક વાગ્યા સુધી હનુમાન મંદિરમાં નવ વાગ્યા સુધી તેલ ચડાવવા માટે ભાવિકોની અવર જવર હોય છે પરંતુ એ સમયગાળા બાદ કોઇ અજાણ્યા અસામાજીક તત્ત્વોએ હનુમાની બંને આંખો કાઢી ગયા હતા. શનિવારે ગામમાં સારો વરસાદ પડયો હોવાથી રાત્રીના સમયે લાઇટો પણ બંધ થઇ ગઇ હતી જેથી કોઇ અંધારાનો લાભ લઇ નાનકડા એવા ગામમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. બે વર્ષ અગાઉ એવી જ રીતે આ જ મંદિરમાંથી 28 ઓક્ટોબર 2018ના રવિવારે રાત્રે હનુમાનજીની મુર્તિમાંથી બંને આંખો કાઢી ગયા હતા. બીજી વખત આવી ઘટના બનતા ભાવિક ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ હતી. ગામમાં વીએચપીના રઘુવીરસિંહ જાડેજા સહિતના કાર્યકરો પહોંચી આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માગણી કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...