નિર્ણય:200 વર્ષમાં પ્રથમ વાર ભાદરવી આઠમે રવેચીનો પરંપરાગત મેળો રદ થયો

રાપરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટી રવના મંદિરે ભાવિકો માતાજીના દર્શન કરીને પરત ફર્યા

સમગ્ર કચ્છ અને વાગડમાં ઐતિહાસિક સ્થાન ધરાવતા રાપર તાલુકાના મોટી રવ ખાતે રવેચી માતાજીના મંદિરે ભાદરવા સુદ આઠમ નિમિત્તે મેળો ભરાય છે જે આ વખતે કોરોનાના કારણે રદ્દ કરાયો હતો. 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર માતાજીના મંદિરે મેળો ભરાઇ શક્યો ન હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ ખાણીપીણી, ચકડોળ તેમજ રમકડાના સ્ટોલ સહિતની બાબતે મંદિરના મહંત ગંગાગિરિ બાપુ એ મનાઇ ફરમાવી હતી. ભાવિકો માટે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાાથે મંદિરમાં દર્શનની વ્યવસ્થા ગોઠવાઇ હતી. લોકો માતાજીના દર્શન કરીને વિલે મોઢે પાછા આવતાં નજરે ચડ્યા હતા કારણ કે દરવર્ષે હજારોની સંખ્યામાં ભક્તો અહીં આવતાં હોય છે.

વિદેશો અને અમદાવાદ, મુંબઈ, સુરત, બેંગલોર, સહિત વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો દરવર્ષે આઠમનો મેળો માણવા આવતા હોય છે. મેળાની આગલી રાત્રે ભજન અને લોક સાહિત્યનો કાર્યક્રમ યોાજય છે તો મોટા ચકડોળ, જાદુના ખેલ, ખાણી પીણી અને રમકડાંના સ્ટોલો જાણે ભૂતકાળ થઈ ગયા હોય તેમ ગુરૂવારે ભાદરવી આઠમે જોવા ન મળતાં સૂમસામ ભાસતું હતું. લોકો દુકાનોમાંથી બાળકોને રમકડાં લઈ આપીને ઉતાવળે ઘર તરફ પ્રયાણ કરતા નજરે પડ્યા હતા. ભારે વરસાદ, ભૂકંપ, વાવોઝોડા જેવી કુદરતી આફતો વચ્ચે પણ ભાદરવી આઠમના અચૂક મેળો ભરાતો પણ ઇતિહાસની પ્રથમ ઘટના રૂપે વાગડની કુળદેવીનો મેળો રદ થયો હોવાનું જાણકારોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...