તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે જુથ વચ્ચે વિવાદ:કાનમેરમાં જમીન મુદ્દે ફાયરિંગ ,બંને પક્ષે 8 થી વધુ ઘાયલ

રાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હથિયારો સાથે ધીંગાણા બાદ નાનું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું : વધુ સારવાર માટે ત્રણ શખ્સોને ભુજ રીફર કરાયા

વાગડમાં બે જુથ વચ્ચેના વિવાદમાં ફરી બંદૂકના ધડાકા કરાયા હતા જેમાં રાપર તાલુકાના કાનમેર ગામે ફાયરિંગ સાથે ટોળા દ્વારા હુમલો થતાં ચકચાર મચી હતી. મોડી સાંજે બનેલી આ ઘટનામાં મળેલી પ્રાથમિક વિગતો અનુસાર દરબાર અને રજપુત સમાજ ના લોકો જમીન વિવાદને લઈને બંદૂક અને ધારીયા જેવા હથિયારો સાથે સામસામે આવી જતા આઠ થી વધુ ઘાયલ થયા હતાં. ઇજાગ્રસ્તોમાંથી કેટલાંકને પલાસવા અને રાપર સીએચસી ખાતે દાખલ કરાયા હતાં.તો અમુકને ભુજ વધુ સારવાર માટે રીફર કરાયા હતા.

કાનમેર ખાતે આવેલ બાપા સીતારામ ચોક ખાતે દર્શને જઈ રહેલાં 60 વર્ષીય અજીતસિંહ નવુભા જાડેજા , 27 વર્ષીય સહદેવસિંહ બટુકસિંહ જાડેજા અને 45 વર્ષીય ભાઈસાબસિંહ રૂપુભા જાડેજાને ગંભીર પ્રકાર ની ઈજાઓ થવાથી પ્રથમ રાપર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જેમાં બંદૂક ની ગોળીઓ તથા ધારિયાના ઘા લાગતાં વધુ સારવાર માટે ભુજ ખાતે રીફર કરાયા હતા. અજીતસિંહ નવુભા જાડેજાને ખભાના ભાગે બંદૂકની ગોળી તથા માથાના ભાગે ધારિયા જેવા હથિયારોથી ઇજા પહોંચાડાઇ હતી.તો બીજા બે યુવકો ઉપર પણ માથા ના ભાગે ધારિયા જેવા તીક્ષણ હથિયારો થી હુમલો કરાતા કાનમેર ગામ માં અફડા તફડી મચી હતી.

જોકે સામે પણ સુરા વજા રજપુત, વિક્રમ રામસંગ રજપુત અને દાના વરજાંગ રજપુત સહિત ત્રણ થી ચાર લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ થવાથી પલાસવા હોસ્પિટલ દાખલ કરાયાનુ જાણવા મળ્યું હતું. તો ફાયરિંગ સાથે આરોપીઓ ધ્વરા લૂંટ પણ કરાયાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું હતું. જો કે હાલ તો ફાયરિંગની ઘટનાથી નાનકડું કાનમેર ગામ છાવણીમાં ફેરવાયું હતું.

આ બાબતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા હોવાની પોલીસે ફનિવેદનો લઇ મોડી રાત સુધી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટના બાદ બન્ને સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...