તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવણી:વાગડમાં 70 હજાર હેક્ટરમાં જીરૂનું અધધ વાવેતર પણ ભાવ ન મળવાની ભીતિ

રાપર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગયા વર્ષે એક મણના 2700 રૂપિયા હતા, આ સાલે પણ એ જ મળશે

ગુનાખોરીનું ઉંચું પ્રમાણ ધરાવતા વાગડ વિસ્તારમાં નર્મદાના નીર આવી જતાં કૃષિકારો સીમાડાઓમાં ખેતરોમાં વ્યસ્ત જોવા મળે છે. દર વર્ષે જીરૂના વાવેતરમાં કચ્છભરમાં અગ્રેસર રહેતા રાપર તાલુકામાં ચાલુ શિયાળે 70 હજાર જેટલા હેક્ટરમાં આ પાક લેવાયો છે જેના પુષ્કળ ઉત્પાદનની સંભાવના છે પણ ગત વર્ષ જેટલા જ ભાવ મળે તેમ હોતાં કિસાન આલમ થોડી નિરાશ જણાઇ રહી છે. નર્મદા કેનાલ વાટે પાણી લઈ ને ખેતી કરતાં હઠુભા જાડેજા એ જણાવ્યું હતું કે સિંચાઇના નીર આવ્યા પછી જીરૂ સહિતના પાક માટે મોટો ફાયદો થયો છે. જે જમીનો પહેલાં પડતર રહેતી હતી તેમાં પણ હાલ વાવેતર કરવામાં આવે છે. ઊંઝા ખાતે ગયા વર્ષે જીરૂના એક મણના 2700 રૂપિયા ભાવ હતો જે આ વર્ષે પણ 2700 થી 2800 જ છે. છેલ્લા 5 વર્ષથી 6000થી નીચા ભાવ રહ્યા છે. અત્યારે વધુ વાવેતર છે છતાંય એજ દામ છે. શામજીભાઈ ભૂતના જણાવ્યા મુજબ વાગડના જીરૂના હંમેશા ઓછા ભાવ મળે છે જ્યારે ઉંઝા અને રાજસ્થાનના જીરૂના વધુ ભાવ આવે છે.

રાપર તાલુકાના મોમાયમોરાથી માંજુવાસ, ફતેહગઢ, સલારી. ત્રંબૌ, રામવાવ, વજેપર, સુવઈ સહિત 35થી વધુ ગામોમા દર વર્ષે રવિ પાકનું વાવેતર વધી રહ્યું છે. અગાઉ વાગડ વિસ્તારના લોકો ખેતી કરવા માટે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, અંજાર, નખત્રાણા, ભુજ સહિતના વિસ્તારમાં જતા હતા હવે નર્મદાના નીર આવતાં વાગડ વિસ્તારમાં અન્ય સ્થળેથી લોકો ખેતી કરવા માટે આવી રહ્યા છે.

નર્મદાના પાણીએ વાગડમાં ખેતીની કાયા પલટ કરી
વાગડ વિસ્તારમાં છેલ્લાં પાંચેક વર્ષથી કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે સિંચાઇ માટે નર્મદાના નીર આપવામાં આવે છે જેને લઇને ખેતીની કાયા પલટ થઇ છે. તત્કાલિન ધારાસભ્ય પંકજ મહેતાના પ્રયાસોથી તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે જીવાદોરી સમાન નર્મદા કેનાલમા પાણી આપવાની શરૂઆત થઈ હતી. મોમાયમોરાથી જેસડા સુધી સાતેક હજારથી વધુ ડીઝલ એન્જિન દ્વારા રાત દિવસ પાણી સિંચાઇ માટે મેળવવા મા આવી રહ્યું છે.ગાગોદર પેટા કેનાલ દ્વારા આડેસર, ભીમાસર, અમરાપર, પલાંસવા, ગાગોદર, કાનમેર સહિતના વિસ્તારમાં સિંચાઇના પાણી મળતાં જીરું સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. લાકડા વાંઢ, ફતેગઢ અને સુવઈ ડેમ ભરાતાં કેનાલથી દૂરના ખેતરોમાં પણ મોટા પ્રમાણમાં રવિ પાક લેવાયો છે

કુલ 74 હજારમાંથી 50 હજાર હેક્ટરમાં જીરૂ વવાયું
જીરાના વાવેતર બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી ડી. એમ. મિણાત અને તાલુકા ખેતીવાડી અધિકારી મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે 43 હજાર હેકટર જેટલું વાવેતર થયું હતું અને આ વર્ષે 50250 હેકટર જીરાનું વાવેતર થયું છે જે પાછલા વર્ષ કરતા અંદાજે 7 હજાર હેકટર વધુ છે. આ ઉપરાંત આ વર્ષે તાલુકામા રવિ પાક રૂપે ધઉં 6210, રાયડો 8350, જીરૂ 50250, ઈસ્બગુલ 2635, વરીયાળી 750, શાકભાજી 495, ધાસચારો 2580, ચણા 270, અન્ય 2745 મળી કુલ 74285 હેકટરમા વાવેતર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો