તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:રાપરમાં નિયમોને નેવે મુકતા ખાનગી, સરકારી રાંધણ ગેસના વિતરકો

રાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ, પુરવઠા તંત્રની ચૂપકિદીથી અનેક તર્ક-વિતર્ક
  • શહેરના જાહેર વિસ્તારમાં ગોડાઉનના પગલે લોકો પર મંડરાતો ખતરો

રાપરમાં ખાનગી અને સરકારી ગેસ એજન્સીઓના વિતરકો તમામ નિયમો નેવે મુકી ગમે ત્યાં દુકાનો, ગોડાઉનો ઉભા કરી નાખે છે, જેથી જાહેર વિસ્તારમાં સતત લોકો પર ખતરો મંડરાઇ રહ્યો છે. શહેરના ભરચક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઇન્ડિયન ગ્રામીણ ગેસ એજન્સીની ઓફિસ અને ગોડાઉન બંને જાહેર રોડ ઉપર આવેલા છે, જેમાં સિલિન્ડર ભરેલી ગાડી સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી અડધો રોડ રોકીને પાર્કિંગ કરાય છે, જેના કારણે ભરચક વિસ્તાર હોઈ અવાર-નવાર ટ્રાફિક જામ થાય છે.

ગેસના ગોડાઉન પાછળ એસ.ટી. બસનો પેટ્રોલ પંપ, ડેપો મેનેજર વગેરેની ઓફિસો છે, જેના કારણે ગમે ત્યારે અકસ્માત થઇ શકે છે. એજન્સી ગ્રામ્ય વિસ્તારમાં મંજુર થઇ છે છતાંય પુરવઠાના ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતના કારણે રાપરમાં છૂટક અને હોલસેલમાં ગેસના બાટલાનું વિતરણ થાય છે. જે એજન્સીની માન્યતા ગ્રામીણ વિસ્તારમાં હોય તે શહેરમાં ગોડાઉન ન રાખી શકે તેમ છતાંય અનેક સરકારી પ્રાઇવેટ ગેસ એજન્સીઓ શહેરના ભરચક વિસ્તારોમાં ઓફિસો, ગોડાઉન ધરાવે છે.

શહેરમાં ગેરકાયદે રીતે ગેસના બાટલાનું વેંચાણ કરતી ગાડીઓ ખુલ્લેઆમ ભરચક વિસ્તારોમાં ઉભી હોવા છતાંય ડિટેન કે કોઈ જાતની કાર્યવાહી પોલીસ દ્વારા કરાતી નથી, જેના કારણે અવાર-નવાર ટ્રાફિક જામ થાય છે. જ્યાં ગેસ એજન્સીની ગાડી ઉભી રહે છે ત્યાં કોઈ ભૂલેચુકે કોઈ ગાડી પાર્ક કરે તો તાત્કાલિક પોલીસ ગાડીના ટાયરોમાં લોક લગાડી દે અથવા તો વાહન ડિટેઇન કરી મેમો પકડાવી દે છે. અા મુદ્દે ભાવેશ ઉમિયા શંકર રાજગોરે રાપર મામલતદાર, નગરપાલિકા અને પોલીસને રજૂઅાત કરી ભરચક વિસ્તારમાંથી ઇન્ડિયન ગ્રામીણ ગેસ એજન્સી દુર કરવા માંગ કરી છે.

ગ્રામીણ અેજન્સી શહેરમાં સબ અેજન્સી રાખી શકે : પુરવઠા મામલતદાર
પુરવઠા મામલતદાર ધ્રુવભાઈએ જણાવ્યું હતું કે, શહેરમાં ગ્રામીણ ગેસ એજન્સી સબ એજન્સી અને ગોડાઉન રાખી શકે પરંતુ છૂટક ગેસના બાટલા વિતરણ ન કરી શકે. તેમણે ગેસ અેજન્સી દુર કરવા કરાયેલી અરજી મુદ્દે કહ્યું હતું કે, અાવી કોઇ અરજી મારા ધ્યાને નથી આવી અને હું પણ ત્રણ દિવસથી રજામાં હતો, જેથી તપાસ કરાવી લઉં.

અન્ય સમાચારો પણ છે...