તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગજબ:રાપર પાલિકામાં સફાઇ કામદારની નોકરી માટે છેક મહેસાણાને નવસારીથી ઉમેદવારો આવ્યા!

રાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 જગ્યા માટે 54 ઉમેદવાર હાજર રહ્યા જેમાં કેટલાક સ્નાતક હતા
  • નામ પુરતા ઇન્ટરવ્યુ લેવાયા: દસ્તાવેજ ચકાસણી કે માર્ક મૂકવાની પ્રક્રિયા જ ન થયાના આક્ષેપ

રાપર નગરપાલિકામા ખાલી પડેલી સફાઇ કામદારની 6 જગ્યાઓ માટે શુક્રવારે ઇન્ટરવ્યૂ લેવાયા હતા. પસંદ કરાયેલા 105 પૈકી 54 ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાં કચ્છ ઉપરાંત નવસારી, છત્રાલ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, મોરબી વગેરે જિલ્લાના નોકરી ઇચ્છુકો હાજર રહ્યા હતા. આ પૈકીના કેટલાક તો સ્નાતક હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, આ ઇન્ટરવ્યૂ પહેલાં જ નામો નક્કી થઇ ગયા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા. સમગ્ર ભરતી દરમિયાન અનેક સવાલો ખડા થયા હતા.

ખાલી પડેલી જગ્યાઓ માટે બે દિવસ પહેલા જ નામો પસંદ કરી દેવાયાની ચર્ચા થઈ રહી હતી. પાલિકામા પડ્યા પાથર્યા રહેતા હોય તેવાને જ રાજકીય ઇસારાએ ભરતી કરવાનો તખતો અગાઉ થીજ ગોઠવાઈ ગયો હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.ઇન્ટરવ્યૂમા બેઠેલી સમિતિ દ્વારા માત્ર બે સવાલો પૂછીને ઉમેદવારોને રવાના કરાયા હતા. કોઈ માર્ક આપવા કે ડોક્યુમેન્ટ જોવા જેવી પ્રક્રિયા કરાઈ ન હતી જેના કારણે અગાઉથી જ પોતાના મળતીયાઓને સાચવી લેવાયાની ચર્ચાઓ ઉઠી હતી.

રાજકોટ નિયામક કચેરીમાંથી તિલક શાસ્ત્રી, સુધરાઇ દ્વારા નીમાયેલા ખાસ સમિતિના અધ્યક્ષ હઠુભા સોઢા, નગર પ્રમુખ અમરતબેન વાલજીભાઇ વાવીયા, કારોબારી ચેરમેન કાનીબેન પીરાણા, ચીફ ઓફિસર પરબતભાઈ ચાવડા એમ 5 જણાની સમિતિએ ઇન્ટરવ્યૂ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...