તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:બેલામાં એક માસથી પીવાનું પાણી ન મળતાં કફોડી હાલત

રાપર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી

રાપર તાલુકાના બેલા ગામમાં ભરચોમાસે છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી ન મળતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગામને પાણી વિતરણ માટે બે પાઇપ લાઇન નખાઇ છે પણ તેમા હજુ સુધી પાણી ન આવતાં ટેન્કરથી પાણી અપાતું હતું તે પણ એક માસથી બંધ છે તેવી રજૂઆત કલેક્ટર સમક્ષ કરાઇ છે. ગામને ધબડા અને શિવગઢ પાણીની લાઈનો વર્ષોથી અપાઈ છે પણ આજ દિવસ સુધી તેમાંથી પાણી નથી અપાયું જેના કારણે પાણી પુરવઠા દ્વ્રારા ગામની 4000 ની વસ્તીને ટેન્કર દ્વ્રારા છેલ્લા કેટલાક સમયથી પાણી વિતરણ કરાતું હતું જે એક મહિનાથી બંધ કરી નખાતા ગ્રામજનો કફોડી હાલત માં મુકાઈ ગયા છે. આ અંગે અવાર નવાર રજૂઆત કરવા છતાંય નિવેડો નથી આવતો. જો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહી આવે તો ગ્રામજનોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકસ સરપંચ ગજરાબા હેતુભા વાઘેલાએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...