હુમલો:નાગપુર-લોદ્રાણીમાં વિધવા પર બે મહિલા સહિત 7નો હુમલો

રાપર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

રાપર તાલુકાના નાગપુર-લોદ્રાણી ખાતે વિધવા મહિલા પર 2 મહિલા અને 5 પુરૂષો સહિત 7 શખ્સોએ હુમલો કરતા મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ નાગપુર લોદ્રાણીના રહેવાસી અને હાલે ગાંધીધામ રહેતાં 43 વર્ષીય ડાઇબેન ખોડાભાઈ રબારી પોતાનું પ્રધાનમંત્રી આવાસ યોજના માંથી મંજૂર થયેલા મકાનનું કામ કરાવવા અર્થે ત્રણ દિવસ અગાઉ નાગપુર ખાતે આવ્યા હતાં.

જેમા અગાઉ થયેલા ઝગડા અને ફરિયાદોનું મનદુઃખ રાખી આરોપી વેલા લખુ રબારી, નરસી વેલા, રામજી વેલા, ગોવા જગમાલ, સુખા જગમાલ, લીલાબેન વેલા રબારી અને રામીબેન સુખા રબારીએ હુમલો કરતા 108 દ્વારા રાપર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

આ હુમલામાં મહિલાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજા પામનાર ડાયાબેનના જણાવ્યા મુજબ અગાઉ પોતાની દીકરીની સગાઈ કરી હતી જે ફોક કરતા અને સમાજનો વ્યવહાર પણ પૂરો કરી દીધા હોવા છતાંય તેં વખતે મારી છોકરીને ઉપડવાની કોસીસ કરી ચાર ઇસમોએ હુમલો કર્યો હતો. તે વખતે બાલાસર પોલીસ મથકે લેખિત અરજી કરી હતી જે બાદ ફરી તા. 17/10 ના પણ આ લોકોએ મહિલા પર હુમલો કર્યો હતો.

જેમાં બાલાસર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બીજે રહેવા ચાલ્યા જવાનું જણાવ્યું હતું. જેથી ભોગ બનનાર કેટલાંક મહિનાથી ગાંધીધામ રહેવા ચાલી ગયા હતા. જે બાદ ફરી ગામમાં આવતા હુમલો કર્યો હતો. અગાઉના હુમલામાં ગંભીર ઇજાઓ થઈ હોવા છતાં પોલીસે માત્ર ચેપ્ટર કેસ કરતા પોલીસની ભૂમિકા વિશે પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલના બનાવમાં મહિલા સરકારી હોસ્પિટલમાં દાખલ હોવાથી પોલીસ મથકે જાણવાજોગ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...