તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપુની રામકથા:વ્રજના આહિરો વગડામાં રોકાયા હશે એટલે નામ પડ્યું વ્રજવાણી

રાપર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાગડ પંથકમાં રંગ જમાવતી વ્રજની માનસ રામકથા : સેંકડો શ્રોતાઓ લે છે લાભ

અમુક યાદવ પણ ભગવાન કૃષ્ણની સાથ નીકળી ગયા હતા અને દ્વારિકા આવ્યા ત્યારે કેટલા યાદવ તેમજ આહીર પણ ચાલતાં ચાલતાં આ વગડામાં આવ્યાં હશે. તે સમયે વગડામાં કોઈ ગામ હશે કે નહીં પણ આહીરો-યાદવો અહીં રોકાયા હશે એટલે જ આ ગામનું નામ વ્રજવાણી પડ્યું હશે તેમ મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું. રાપર તાલુકાના વ્રજવાણી ખાતે ચાલી રહેલી રામકથા ધીરે ધીરે વાગડ પંથકમાં રંગ જમાવી રહી છે.

બાપુએ વ્રજભૂમિ અને કૈલાસ પતિનું માહાત્મ્ય સમજાવ્યું હતું જેમાં તેમણે માંડવીના કમલેશ્વર મહાદેવ અને ભજનાનંદી નારાયણ સ્વામીના ભજન પ્રેમ વિશે છણાવટ કરી હતી. ઇતિહાસમાં પ્રમાણની જરૂર નથી, આખી રામાયણમાં વાણી અને વ્રજ શબ્દનો ઉપયોગ માત્ર એક વાર થયો છે એટલે આજ છે મારી વ્રજવાણી છે તેમ રામાયણ ઉપર હાથ રાખીને બાપુએ ઇશારો કર્યો હતો. બાપુ સતી પાર્વતી અને મહાદેવનાં લગ્નની વાત કરી હતી. કલાકમાં કમલાજીને મહાદેવ રામકથા સંભળાવે છે જે આવતી કાલે શરૂ કરશું જેમાં રામ જન્મ પણ થશે તેમ મોરારી બાપુએ કહ્યું હતું.

બાપુ એ શિવ સ્તુતિ કરતાં મોટી સંખ્યામાં ભાવિકજનોનો રાસ શરૂ થઈ ગયો હતો. રાજ્યમંત્રી વાસણભાઈ આહીર પરિવાર સાથે હાજર રહી ને આરતી ઉતારી હતી. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, મોરારદાન ગઢવી, કનુભા વાઘેલા, યજમાન પરિવારના પ્રવીણ તન્ના, ઘનશ્યામ જોશી, ધનજી કેરાસિયા,મોહન ઠક્કર, હેમંતભાઈ, રાજુભાઇ, સુરેશભાઈ, જયેશ ભાઈ, મોહનભાઇ,લક્ષમણસિંહ વાઘેલા, વ્રજવાણી ધામનાં પ્રમુખ ભાણાભાઈ આહીર, વેલજી આહીર, લક્ષમણ આહીર સહિતના અગ્સંરણીઓ અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

બાપુએ બેલામાં BSF કેમ્પની મુલાકાત લીધી
બેલા ગામની ભાગોળે આવેલા સીમ સુરક્ષા દળના કેમ્પની મુલાકાતે પહોંચેલા પ્રખર રામાયણીએ કહ્યું હતું કે જવાનો સરહદે સતત સજાગ રહે છે, જેથી આપણે શાંતિથી સૂઇ શકીએ છીએ. હિન્દ ભૂમિના આ સપુતોની રાષ્ટ્ર ભક્તિ અને દેશપ્રેમ સરાહનીય છે તેમ કહેતાં તેમણે નિરંતર સેવા બદલ સેનાનીઓને સાધુવાદ પાઠવ્યા હતા અને હનુમંત પ્રસાદી રૂપે રામનામી અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો