તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો આદેશ:શાનગઢમાં માર મારનાર આરોપીને છ માસની કેદની સજા

રાપર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2008 મા બનેલી ઘટનામાં રાપર કોર્ટે ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો

રાપર તાલુકાના શાનગઢમાં લાકડી વડે યુવાનને માર મારનાર આરોપીને રાપર કોર્ટે છ માસની સાદી કેદની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો હતો. આ કેસની વિગતો એવી છે કે, શાનગઢમાં રહેતા ફરિયાદી રણમલભાઇ સોઢા તા.15 જુન 2008 ના રોજ માતાજીના મંદિરે દર્શન કરી પાછા આવી રહ્યા હતા ત્યારે આરોપી વેલા મેઘા કોલીએ મંદિરમાં નહીં જવાનું જણાવતાં ફરિયાદીએ મંદિર બધા માટે હોય છે કહી ઠપકો આપતાં ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીને સાદી લાકડી વડે ડાબા હાથમાં માર મારી ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી.

આ ઘટનામાં રાપર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલને ફરિયાદીએ ભુજ સરકારી દવાખાનામાં રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન લાગતા વળગતા સાહેદોના નિવેદનો, સારવારના પ્રમાણપત્રો સહિતના સબળ પુરાવાઓ મળી આવતાં આરોપીની અટક કરી હતી. આ કેસ ચાર્જશીટ થતાં તમામ પુરાવાઓ અને નિવેદનોને ધ્યાનમાં લઇ રાપર કોર્ટના એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સેતુલ રણછોડભાઇ વકીલે આરોપીને કસૂરવાર ઠેરવી છ માસની સાદી કેદ અને રૂ.500 દંડની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો