તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાપર તાલુકામાં ચાલતાં ઓવરલોડ માટીના ડંફરો અવારનવાર અકસ્માત સર્જતાં હોય છે જેમાં અનેક આશાસ્પદ યુવાનો કાળ નો કોળિયો બન્યાં છે પણ પૂર્વ કચ્છ ખનીજ વિભાગની આળસ નથી ઊડતી જેના કારણે આજે રાપર તાલુકાના દેશલપર નજીક ખેતરેથી બાઈક લઈ ને ઘરે જઈ રહેલાં આશાસ્પદ યુવાનને માટીની ગાડીએ અડફેટે લેતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના દેશલપર ના રહેવાસી કાદર ખાન વલીખાન સમેજા (ઉ.વ.20) સાંજ ના 6 વાગ્યાં ના અરસા માં ખેતરે થી કામ પતાવી ને એમ એચ 03 એ.સી 834 નંબર નું બાઈક લઈ ને ઘરે જઈ રહ્યો હતો રાપર બાજુ થી પુરપાટ ઝડપે આવી રહેલી ગાડી નંબર જીજે-12- બી.ડબ્લ્યુ-8821 વાળાએ બાઈકને અડફેટે લેતાં બાઈક અને યુવાન દૂર ફંગોળયા હતા
જેના કારણે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આશાસ્પદ યુવાન નું મોત નિપજતાં મુસ્લિમ સમાજના લોકો અને સગા સ્નેહીજનો મોટી સંખ્યામાં રાપર સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યાં હતાં. પરિવારમાં માતમ છવાયો હતો.આશાસ્પદ યુવાનનું મોત થતાં આવેલા સગા સ્નેહીજનો દ્વારા મોરબીની ટ્રકના માલિક હમીર આહીરને ફોન કરતાં માટીના ડંમ્પરના માલિકે ઉદ્ધતાઇ પૂર્વક જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે મારી ગાડી ના કાગળો બરાબર છે અને રોજ માટીના ફેરા કરે છે તમારા છોકરાનો જ વાંક હતો તમારે ગાડી સળગાવી દેવી હોય તો સળગાવી નાખો .
ડ્રાઈવર કલીનરને મારવા હોય તો મારો અને કેસ કરવો હોય તો કેસ કરો તેવા જવાબો આપ્યાં હતાં જેના કારણે ઉપસ્થિત લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી અને દેશલપર નજીકથી પસાર થતી ઓવરલોડ માટી ની ગાડીઓ હવે પછી પસાર નહિ કરવા દેવાનું જણાવતાં હતા.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.