તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:રાપર પાસે વીજતારને અડતા કિંમતી સૂકો ચારો ભરેલી ટ્રક સળગી ઉઠી

રાપર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલક અને ક્લીનરે કૂદકો મારી દેતાં આબાદ બચાવ થયો

રાપર તાલુકાના ભીમદેવકા નજીક સૂકો ચારો ભરીને જઇ રહેલ ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં કિંમતી ચારા સાથે ટ્રક બળી ને ખાક થઈ હતી, જોકે સમયસર ટ્રક ચાલક કુદી જતા ટ્રક ચાલક અને કલીનરનો આબાદ બચાવ થયો હતો અને જાનહાનિ થતા અટકી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના ફુલપરા ગામના ખેડૂત અશોક જોધા કોલીએ પોતાનો સૂકો ચારો સીધાંડાના વેપારીને વેચ્યો હતો જે ટ્રક મારફતે રાજસ્થાન લઈ જઈ રહ્યા હતા, ત્યારે ભીમદેવકા નજીક આવેલ ખારીવાંઢ નજીક પીજીવીસીએલના નીચા વિજ તારોના કારણે વિજ તારો સૂકા ચારામાં અડી ગયા હતાં જેના કારણે આગ લાગી હતી. તો સૂકો ચારો હોવાનાં કારણે ગણતરીની મિનિટો માં જ ચારો અને ટ્રક બને બળીને સ્વાહા થઈ ગયાં હતાં જેના કારણે ખેડૂત પરિવાર અને વેપારીને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. તો ગાડી માલિક ને પણ આ પીજીવીસીએલ ની બેદરકારી ના કારણે ભારે નુકસાન સહન કરવાનો વખત આવ્યો હતો.

આ બાબતે માણાબા સરપંચ અકબરભાઈ રાઉમાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આવી ઘટના અઠવાડિયામાં આ બીજીવાર બની છે બે ત્રણ દિવસ અગાઉ કુંભારીયા નજીક પણ પીજીવીસીએલના નીચા નમી ગયેલ વીજ તારોના કારણે ગાડી સળગી હતી. તો અવારનવાર વીજ વાયરો બદલવાનું જવાબદાર અધિકારીઓને લેખિત મૌખિત રીતે અનેક રજૂઆતો કરવા છતાંય કોઈ જાત ની કામગીરી નથી કરાતી તેવું માણાબા સરપંચ અકબરભાઈ રાઉમાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...