તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાપર તાલુકાની આડેસર ચેકપોસ્ટ પાસે વધુ એક દારૂની હેરાફેરી સ્થાનિક પોલીસે નિષ્ફળ કરી રૂ.28.81 લાખના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લઇ જતા ટેમ્પો ચાલકને પકડી મોકલાવનાર, મગાવનાર સહીત ચાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ બાબતે આડેસર પીએસઆઇ વાય.કે.ગોહિલે વિગતો આપી હતી કે, ગત રાત્રે ટીમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે સાંતલપુર તરફથી સફેદ કલરનો ભારત બેન્ઝ કંપનીનો બંધ બોડીનો ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે અને હાલે તે ટેમ્પો પીપરાળા ચેકપોસ્ટ પસાર કરી રહ્યો છે.
આ પ્રકારની બાતમીના આધારે સઘન વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતાં ટોર્ચના ઇશારે ઉભો રખાવ્યો હતો. ચાલક રાજસ્થાનનો રૂગનાથરામ બંસારામ બિશ્નોઇને પુછપરછ કર્યા બાદ ટેમ્પોની તલાશી લેતાં ટેમ્પોમાંથી રૂ.27,45,120 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 4,656 બોટલો તેમજ રૂ.1,36,800 ની કિંમતના બિયરના 1,368 ટીન મળી કુલ રૂ.28,81,920 ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવતાં ટેમ્પો અને મોબાઇલ સહિત કુલ રૂ.45,87,420 ના મુદ્દામાલ સાથે રૂગનાથરામની અટક કરી હતી.
પકડાયેલા આરોપીની પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો તેમના જાલોર રહેતા મિત્ર રાજુભાઇએ હરિયાણાના મહેન્દ્રગઢથી ભરાવી આપ્યો હતો અને આ દારૂ રાજકોટમાં એક મોબાઇલ નંબર આપ્યો હતો તેને આપવાનો હોવાની કબૂલાત આપતાં પોલીસે ચાલક, આ દારૂ મોકલનાર, દારુ ભરાવનાર અને આ જથ્થો મગાવનાર એમ ચાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઇ ગોહિલ સાથે એએસઆઇ સુખદેવસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ધ્રુવદેવસિંહ ઝાલા, બલભદ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ દલસંગજી ડાભી, હકુમતસિંહ જાડેજા, વિષ્ણુદાન ગઢવી, ભરતજી ઠાકોર, વિજયસિંહ ઝાલા, શૈલેષ ચૌધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.