તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નિલપર પાસે એક માતાએ બાળક ત્યજી દીધું, હોસ્પિટલમાં પ્રસુતાએ માનવતા ઉજાગર કરી

રાપર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્યજેલું નવજાત બે કિલો ત્રણસો ગ્રામ વજનનું: પુલ નીચેથી મળેલા બાળકની સારવાર શરૂ કરાઇ

રાપર ખાતે એક તાજું જન્મેલું બાળક મળતાં ચકચાર મચી હતી જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર રાપર થી 6 કીલો મીટર દૂર આવેલ નિલપર પાટિયા નજીક પુલ નીચે તાજા જન્મેલા બાળકનો અવાજ રાહદારી ના કાને પડતાં તેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે લવાયું હતું.

જોકે બે ત્રણ દિવસ અગાઉ જન્મેલુ બાળક ભૂખ્યું તરસ્યું હોઈ તાત્કાલિક રાપર સરકારી હોસ્પિટલના ડોકટર પ્રકાશભાઈ કારિયા અને ગાયનેક ડાયાભાઈ મકવાણાએ સારવાર કરીને નવા કપડાંમાં વિટ્યું હતું. બાળક ભૂખ્યું હોઈ રાપર સરકારી હોસ્પિટલમાં દાખલ એક પ્રસૂતાએ પોતાનાં બાળક સાથે આ બાળકને પણ અડધો કલાક જેટલો સમય દૂધ પીવડાવીને માનવતાંને ઉજાગર કરી હતી. આ ઘટનાની જાણ રાપર પોલીસને થતા રાપર પોલીસે આવીને તપાસ હાથ ધરી હતી અને બાળકને વધુ સારવાર માટે ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ખાતે 108 માં રીફર કરાયું હતું.

આ બાબતે રાપર સરકારી હોસ્પિટલના તબીબ ડો. પ્રકાશભાઈ કારિયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે બાળક એકદમ સ્વરછ અને બે કિલો ત્રણસો ગ્રામ વજન ધરાવતું હતું. આ તાજું જન્મેલ બાળક નથી લાગતું આનો જન્મ બે ત્રણ દિવસ પહેલાંનો થયો હોય તેવું શરીર ઉપર લાગતું હતું. વાતાવરણ અનુકૂળ ના આવતા તેની પ્રાથમિક સારવાર કરીને ગાંધીધામ રીફર કર્યું છે તેવું જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો