તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઐતિહાસિક પ્રાથળના વ્રજવાણી ધામ મધ્યે ચાલતી નવ દિવસની રામ કથાના ત્રીજા દિવસે સંત મોરારીબાપુએ કથા પ્રારંભે જણાવ્યું કે કચ્છના આવા પ્રેમતીર્થને પ્રાણમ અને 140 દીકરીઓએ અહીં રાસમાં વિચલિત થવાનું ભાગ્ય મળ્યું તેઓને પ્રણામ, માનસ વ્રજવાણીની કથામાં સૌને મારા પ્રણામ કરું છું. બાપુએ ગઈકાલે એક પરિવારના ઘરે જમવા ગયા હતા, એનો ઉલ્લેખ કર્યો કે હું ગાડી લઈને જતો હતો ત્યાં એક પરિવાર ચીઠ્ઠી લઈને ઉભો હતો. મેં ગાડી ઉભી રખાવીને ચીઠ્ઠી લઈ વાંચી, જેમાં મને જમવાનું આમંત્રણ અને ઘરે આવવાનું કહ્યું હતું.
અમે ત્યાં ખોડિયાર વાંઢમાં ગયા ત્યાં બહેનને કહ્યું કે તમને યોગ્ય લાગે તે શાકભાજી-રોટલા બનાવો. જમવાનું બન્યા બાદ પરિવાર મુંઝવણમાં હતો કે બાપુને ઘરની અંદર કેવી રીતે બોલાવવા ત્યારે મેં પૂછ્યું કે અહીં લાવશો કે અંદર આવું તો કાંઈ જવાબ ન આવતા હું અંદર જમવા બેઠો અને આવો પ્રેમ જાણે વર્ષો પહેલાથી જ ભાગ્યમાં લખાયેલું હશે નહિતર આમ વચ્ચે ગાડી ઉભી રાખવી, ચીઠ્ઠી લેવી, હું રોકાઉ બેલા અને કથા વ્રજવાણીમાં, આ ગામ દૂર અને હું ત્યાં જાઉં પણ આ બધું લખાયેલું હશે, આને માનવ યજ્ઞ કહેવાય તેવું પ્રખર રામાયણીએ જણાવ્યું હતું.
તો રામાયણના બે અદભુત પ્રસંગ વિશે છણાવટ કરી હતી. જેમાં અંગતનું લંકામાં રાજદૂત તરીકે જવાનું અને રાવણને પડકાર આપવો એ પણ લંકાની સેના સામે અને બીજો પ્રસંગ લક્ષ્મણજીનો ભગવાન પરશુરામ સાથેનો સંવાદ. આ બે પ્રસંગ રામાયણના અદભુત પ્રસંગ લેખાવ્યા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.