ક્રાઇમ:રાપરમાં બે જગ્યાએથી 4 જુગારી ત્રણ હજાર રોકડ સાથે ઝડપાયા

રાપર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાપરના સમાવાસ અને બજાર સમિતિ પાસેથી જુગાર રમી રહેલા ચાર ખેલીઓને પોલીસે રૂ.3,590 રોકડ સાથે પકડી લઇ તેમના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ, પેટ્રોલીંગ દરમિયાન સમાવાસ વિસ્તાર અને બજાર સમિતી પાસેથી જુગાર રમી રહેલા જુસબશા હાસમશા શેખ, રમેશ ખીમા મુછડીયા, કેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા અને હમીરભાઇ ભીખાભાઇ ચાવડાને રૂ.3,500 રોકડ, રૂ.2,000 ની કિંમતના 4 મોબાઇલ સહિત કુલ રૂ.5,590 ના મુદ્દામાલ સાથે પકડી તેમના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...