ચોરી:ગાગોદરમાં ખેડૂતના ગોદામનું શટર તોડી 49 હજારનું 270 કિલો જેટલું જીરૂં ચોરાયું

રાપર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાયડાનો જથ્થો રાખવા ગયા ત્યારે ખેડૂને ખ્યાલ આવ્યો કે સાડા ચાર બોરી પગ કરી ગઇ

રાપર તાલુકાના ગાગોદર ખાતે ખેડૂતે ગોદામમાં રાખેલો જીરાનો રૂ.49 હજારની કિંમતનો 270 કિલો જથ્થો તસ્કરો ચોરી કરી ગયા હોવાની ઘટના આડેસર પોલીસ મથકે નોંધાઇ છે.

ગાગોદર રહેતા 45 વર્ષીય ખેડૂત હિરજીભાઇ ભીમજીભાઇ પટેલ ગત સવારે ગામના સર્વિસ રોડ પાસે આવેલા પોતાના ગોદામમા઼ રાયડાનો જથ્થો ખાલી કરવા આવ્યા હતા. તેમના ગોડાઉનમાં બે શટર છે જેમાં એકમાં જીરાની બોરીઓ રાખેલી હતી બીજામાં રાયડાનો જથ્થો રાખવાનો હતો. તેઓ સવારે નવ વાગ્યે પોતાના ગોદામ પર પહોંચ્યા ત્યારે જીરૂં ઢોળાયેલું દેખાતાં તેઓ ચમક્યા હતા અને જીરાનું શટર ઉંચું કરીને તપાસ કરી તો ત્યાં રાખેલી જીરાની 50 બોરીમાંથી સાડા ચાર બોરી જેમાં એક બોરીમાં 60 કિલોગ્રામ જીરૂ હતી કુલ રૂ.49,000 ની કિંમતનું 270 કિલોગ્રામ જીરૂં ચોરી થયું હોવાનો ખ્યાલ આવતાં તેમણે તા.25/2 થી ગત સવારે 9 વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ઇસમો ચોરીને અંજામ આપી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બાબતે આડેસર પોલીસને જાણ કરાતાં. પીએસઆઇ બી.જી.રાવલ અને ટીમ ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે આ ચોરી કરનાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બે દિવસ પહેલાં ચોરીના વધતા બનાવો બાબતે સરપંચ-ઉપસરપંચે પોલીસને તાકિદ કરી હતી
હજી બે દિવસ પહેલાં જ ગાગોદરના સરપંચ સોનીબેન સોમાભાઇ વાઘેલા અને ઉપસરપંચ બાઉબેન દેવાભાઇ ભરવાડે આડેસર પીએસઆઇને કરેલી રજુઆતમાં તેમણે જણાવ્યું હતું કે, ગામમાં છેલ્લા ઘણા સમયથી નાની મોટી ચોરીની ઘટનાઓ વધી રહી છે. તો ગામની આસપાસ રાત્રીના સમયે કેટલાક અજાણ્યા ઇસમો પણ જોવા મળે છે. આ વધી રહેલા નાની મોટી ચોરીના બનાવો અટકે તે માટે પોલીસ પેટ્રોલિંગ ગાગોદર ગામમાં વધે તેવી માંગ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...