તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાં કોરોના વિસ્ફોટ:કોરોનાના 17 કેસો પોઝિટિવ આવતા ફફડાટ

રાપર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મામલતદારે તાત્કાલિક વેપારીઅો સાથે બેઠક યોજી

કચ્છમાં કોરોનાના કેસોમાં વ્યાપક ઉછાળો જોવા મળી રહયો છે. જેની અસર રાપર તાલુકામાં પણ જોવાં મળી રહી છે. અહીં પણ તાલુકા મથક ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે મોટી સંખ્યામાં કેસો અાવી રહ્યાં છે. મંગળવારે તો અધધ રાપર શહેરમાં 28 ટેસ્ટમાંથી 17 પોઝિટિવ નીકળતા વહીવટી તંત્રની આંખો પહોળી થઇ ગઇ હતી. જેના પગલે મામલતદારને વેપારી અેસોસીઅેશનની બેઠક બોલાવી પડી હતી.

બેઠકમાં વિવિધ સુચના અાપવામાં અાવી હતી. જેમાં દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સનુ પાલન અને ગ્રાહકોને પણ ફરજીયાત માસ્ક પહેરવા સમજણ આપવી અને વધુમા વધુ વેક્સીનેશન કરાવવું વગેરે મુદ્દાઓની નગરપાલિકા ખાતે મામલતદાર એચ જી પ્રજાપતિઅે સુચના અાપી હતી. ધ્વરા મીટિંગ બોલાવવા માં આવી હતી. પીઆઇ જે એચ ગઢવી, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, ચીફ ઓફિસર મૌલિક વૈશે ગાઇડ લાઇનનું પાલન કરવા તાકીદ કરી હતી.

બીજીબાજુ રાપરમાં હાલ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તેમાં ગાઇડ લાઇનનું ભંગ થઇ રહ્યું છે. જેના કારણે રાપર તાલુકાના ગામડાઓમાં પણ કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. જો વહીવટી તંત્ર ધ્વરા તાત્કકાલિક પગલા નહીં લેવાય તો આગામી દિવસોમાં રાપર તાલુકામાં પણ લોકડાઉન લગાવવાની નોબત આવશે તેવું અધિકારી વર્ગ જણાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો