તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જીત:બાલાસરના 10 પોલીસ કર્મીઓએ ઘરે રહીને જ કોરોનાને હરાવ્યો

રાપર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રસીના બન્ને ડોઝ લીધા હોવાથી થયો ફાયદો
 • ગંભીર લક્ષણો ન હોવાથી દવાખાને લઇ જવા ન પડ્યા

કચ્છમાં કોરોના બેકાબુ થયો છે. શહેરોથી લઇને છેવાડાના ગ્રામિણ વિસ્તારોમાં સંક્રમણ વધ્યું છે. તેવામાં રાપરના બાલાસરના 10 પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ રસીના બન્ને ડોઝ લીધા હોવાથી ઘરે રહીને જ સાજા થયા હતા. સરકારની સાથે નિષ્ણાંત તીબીબો વારંવાર વેકસિન લેવા અપીલ કરાઇ રહી છે. પરંતુ રાપર શહેર અને ગ્રામિણ વિસ્તારોમાં વેક્સિન બાબતે હજુ જોઇઅે તેવી જાગૃતા અાવી નથી.

પરંતુ જે લોકોઅે રસી લીધી છે તેના સુખદ પરિણામ જોવા મળી રહ્યાં છે. રાપર અને બાલાસર પોલીસ મથકના 10 જેટલા પોલીસ કર્મચારીઅો કોરોના ગ્રસ્ત થયા હતાં. પરંતુ રાહતની વાત અે છે કે તેમનાથી કોઇને હોસ્પિટલમાં જવાનો નોબત અાવી ન હતી. કારણ કે અા તમામે રસીના બે ડોઝ લઇ લીધા હતાં. જેના પગલે પોલીસ લાઈનમાં જ હોમ ક્વોરોન્ટાઇન થઇને કોરોનાને હરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો