તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:એક કિલો ગાંજા સાથે ઝુરાનો યુવક પકડાયો, બે આરોપીના નામ ખુલ્યા

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંજો, સ્કુટર મોબાઇલ તથા રોકડ મળીને 67,260નો મુદામાલ કબજે

ભુજ માધાપર હાઇવે પર નળવાળા સર્કલ પાસેથી બી ડિવિઝન પોલીસે સ્કુટર પર ગાંજો લઇને ફરતા ઝુરા ગામના શખ્સને ઝડપી પાડીને તેના કબજામાંથી 1.049 કિલો ગ્રામ ગાંજો, રૂપિયા 1,770 રોકડા, 50 હજારનું વાહન અને 5 હજારનો મોબાઇલ આધાર કાર્ડ સહિત કુલ રૂપિયા 67,260નો મુદામાલ કબજે કર્યો હતો. આરોપીની પુછતાછમાં ભુજ અને નાગોરના શખ્સના નામ ખુલ્તાં પોલીસે ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ પંકજકુમાર કુસ્વાહને બાતમી મળી હતી કે, ઝુરા ગામનો ધીરીજ શીવજીભાઇ ભાનુશાળી પોતાના એક્સેસ સ્કુટર પર ગાંજો લઇને ફરે છે. જેથી બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ કરીને ધીરજને ઝડપી લીધો હતો. આરોપીની પુછતાછમાં તેના સાગરીતો ભુજના પવન સનત મહેતા રહે માર્કેડ યાર્ડની પાછળ તેમજ નાગોર ગામના રમેશ ગોપાલ આહિરનું નામ ખુલ્યું હતું.

પકડાયેલા આરોપી પાસેથી 1.049 ગ્રામ ગાંજો, 50 હજારનું સ્કુટર, રૂપિયા 1,770 રોકડા, 5 હજારનો મોબાઇલ તેમજ આધારકાર્ડ, આરસીબુક લાયસન્સ સહિતનો મુદામાલ કબજે લઇ આરોપી વિરૂધ ગુનો નોંધી અન્ય બે આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. આ કામગીરીમાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.ડી.ગોંજીયાના માર્ગ દર્શન હેઠળ પીએસઆઇ વી.આર.ઉલ્વા, એએસઆઇ મેઘજીભાઇ મહેશ્વરી, તેમજ અન્ય સ્ટાફના સભ્યો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...